ટંકારા નજીક ડિવાઈડર સાથે અથડાતા યુવાન ઇજાગ્રસ્ત

0
61
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટંકારા : ટંકારા લતીપર ચોકડી નજીક જબુલપરના પાટિયા પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં હડમતીયાના 30 વર્ષના યુવાનને ઈજા પહોંચતા 108 દ્વારા ટંકારા બાદ વધુ સારવાર અર્થે મોરબી ખસેડાયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ભાગોળે જબુલપરના પાટિયા પાસે ટંકારા તરફ આવતા હડમતીયા ગામના બાઈક ચાલક ચન્દ્રેશભાઈ મગનભાઈ કામરીયા ઉ.30ને સામેથી આવતા વાહન લાઈટના પ્રકાશમાં અંજાઈ જતા ડિવાઈડર સાથે ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતોધટના અંગે ટંકારા 108ને જાણ કરતા પાઈલોટ રણજીતભાઈ અને ઈએમટી વલ્લભભાઈ લાઠીયા તાત્કાલિક અસરથી યુવાનને સારવાર અર્થે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ પરીવારને થતા તાત્કાલીક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/