[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત છે. લાયન્સનગરમા ગટર ઉભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગટરના પ્રશ્ને રજૂઆત કરવા માટે લાયન્સનગર વિસ્તારમાંથી મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
મહિલાઓએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીને રૂબરૂ રજૂઆત કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ગટર ઉભરાતા રોડ પર ગંદુ પાણી ભરાયેલું રહે છે જેના કારણે આ વિસ્તારમાં માંદગી પણ વધી છે. વાહનચાલકો અને રાહદારીઓને પણ તકલીફ પડી રહી છે. ચોમાસા વખતથી આ સમસ્યા હોય અત્યાર સુધી અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે રજૂઆત બાદ ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ તાત્કાલિક નિવેડો લાવવા આશ્વાસન આપ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide