મોરબી: તાજેતરમા 2020ના અંતિમ દિવસે પોલીસે કરેલી કાર્યવાહીમાં મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ કુલ 14 વાહનો ડિટેઇન કરી ચાલકો વિરુદ્ધ ગુન્હાઓ નોંધ્યા હતા.
મોરબી બી.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાંથી મહેન્દ્રનગર પાસે લોકોને અડચણરૂપ થતી એક ફ્રૂટની રેંકડી કબ્જે કર્યા બાદ માળીયા ફાટક પાસે લાલબાગ નજીકથી 1 સીએનજી રીક્ષા, માળીયા ફાટક નજીક સર્વિસરોડ પરથી 2 સીએનજી રીક્ષા, 1 ડમ્પર, ત્રાજપર ચોકડી પાસેથી રોંગસાઈડમાં જઈ રહેલો 1 ટ્રક ડિટેઇન કરાયો હતો. જ્યારે નટરાજ ફાટક પાસે રોંગસાઈડમાં જઈ રહેલી 1 ઇકો કાર ડિટેઇન કરવાની કાર્યવાહી દરમ્યાન ચાલકે કેફીપીણું પીધું હોય એ અંગેનો અલગથી કેસ કરી કાર પણ ડિટેઇન કરાઈ હતી.
મોરબી તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં ઘુંટુ ગામ પાસે બાપાસીતારામ મઢુંલી નજીકથી આઈ.20 કાર ચાલકને નશાયુક્ત હાલતમાં કાર ચલાવવા બદલ અને એક બાઇક ચાલકને રોંગસાઈડમાં ઓવરસ્પીડથી બાઇક ચલાવવા બદલ રોકી કેસ કરવામાં આવ્યો હતો અને ઉક્ત બન્ને વાહનો ડિટેઇન કરાયા હતા. જ્યારે ટંકારાના નગરનાકા પાસેથી ટોયટો કારમાં વધુ પેસેન્જર બેસાડીને નીકળતા કારચાલક સામે તથા લાલપર ચોકડી પાસે પુરપાટ વેગે આઈ.20 કાર લઈને નીકળતા કાર ચાલક સામે દારૂ પીને કાર ચલાવવા બદલ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાર પણ ડિટેઇન કરાઈ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide