એસટી કર્મચારીઓની હડતાલ સમાપ્ત : સાતમા પગારપંચની માંગ સ્વીકારાઈ

0
74
/

સવારે ચાર વાગ્યાથી એસટીના પૈડાં ફરવા લાગશે : ૪૫૦૦૦ કર્મચારીઓને મળશે લાભ

મોરબી: મોરબી સહિત રાજ્યભરમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે સરકારે સાતમા પગારપંચની માંગ સ્વીકારી લેતા હડતાલનો સુખદ અંત આવ્યો છે અને સવારે ચાર વાગ્યાથી તમામ રૂટ ઉપર એસટી બસ રાબેતા મુજબ દોડવા લાગશે.

લગ્નસરાની મોસમ સમયે જ એસટી કર્મચારીઓ દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામતા હડતાલથી મોરબી જિલ્લાના હજારો મુસાફરો કફોડી હાલતમાં મુકાય ગયા હતા,મોરબી એસટી ડેપોની ૫૪ એસટી બસોની આશરે ૩૩૦ ટ્રીપો રદ્દ થઈ હતી અને રાજ્યભરમાં ૪૫૦૦૦ કર્મચારીઓએ આજે ઉઘાડો વિરોધ કરતા અંતે રાજ્ય સરકારને ઝુકવું પડ્યું છે અને સાતમા પગાર પંચની માંગ સ્વીકારી લેવામાં આવી છે જેને પગલે સવારે ચાર વાગ્યાથી તમામ રૂટની બસ શરૂ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસથી ચાલતી એસટીની હળતાલથી મુસાફરો મુશ્કેલીમાં મુકાય ગયા હતા લગ્નસરાની મોસમ હોય લોકો સગાસબંધીઓના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી ખાનગી વાહન ચાલકોએ રીતસર ગરજ વર્તાવીને ઉઘાડી લૂંટ ચલાવી હતી. કેટલાક ખાનગી વાહન ચાલકો દોઢ કે ડબલ ગણા મુસાફરીનો ભાવ વસુલતા હોવાથી અનેક મુસાફરોને લૂંટાવું પડી હતું. જો કે હડતાલ સમેટાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે

 

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/