મોરબી: આગામી સત્રથી મોરબી મેડિકલ કોલેજ શરૂ થવાની શક્યતા

0
77
/
હાલ મોરબીમાં મેડિકલ કોલેજ ત્વરિત શરૂ થાય એ માટેના પ્રયાસો શરૂ કરતાં મેરજા
મેડિકલ કોલેજ માટે નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી બે સ્થળોએ કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવા સર્વે કરતી આરોગ્ય ટિમ

મોરબી: હાલ મોરબીને ફાળવાયેલી મેડિકલ કોલેજ હજુ હવામાં લટકે છે ત્યારે મેડિકલ કોલેજનું નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી અસ્થાયી રીતે ગિબ્સન મિડલ સ્કૂલ અથવા એલ.ઇ. કોલેજમાં 100 બેઠકોની વ્યવસ્થા સાથે મેડિકલ કોલેજ શરૂ કરવાની જરૂરી શક્યતાઓ વિશે આજે આરોગ્યની ટિમ સાથે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉક્ત બન્ને સ્થળોની વિઝીટ કરી હતી સંભવતઃ આગામી સત્રથી મેડિકલ કોલેજ શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

મોરબીને મેડિકલ કોલેજની જરૂરિયાતને ધ્યાને લઈને 50 વીઘા જેટલી જમીનની ફાળવણી સાથે કોલેજને કાગળ ઉપર મંજૂરી મળી ચુકી છે. જો કે, મેડિકલ કોલેજનું બિલ્ડીંગ અને અન્ય માળખાગત તથા મેડિકલ સુવિધાઓ ઉપલબદ્ધ કરાવવામાં હજુ ઘણો સમય લાગી જાય એવી શક્યતા હોય ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આવતા સત્રથી જ કોલેજ શરૂ કરવા માટે અન્યત્ર નજર દોડાવી હતી. આ માટે મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલ અને એલ.ઇ. કોલેજમાં કામચલાઉ 100 બેઠકની મેડિકલ કોલેજ શરૂ કરવાની શકયતા તપાસવામાં આવી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/