આ મહિલાએ 363 કિલો વજન ઘટાળીને આખી દુનિયાને ચોંકાવી દીધી, જુઓ 17 Photos, 100% વિશ્વાસ નહિ આવે

0
219
/

દુનિયામાં આજે હર કોઈ મોટાપા જેવી ગંભીર બીમારીથી ગ્રસિત છે, અને તેને લીધે ઘણીવાર મૌત પણ થઇ જાતી હોય છે. એક રીપોર્ટ અનુસાર દુનિયામાં હર ત્રીજું કે ચોથું વ્યક્તિ મોટાપાનો શિકાર છે. પણ આવી જ એક અમેરિકાની મહિલાએ ચમત્કાર બતાવ્યો છે.

અમેરિકાની ટેક્સાસમાં રહેનારી મહિલા માયરા રોસ્લસનું વજન એક સમયે 469 કિલો થઇ ગયું હતું. તે વર્ષો સુધી પથારીમાં જ રહી હતી, કારણકે તેનું વજન એટલું વધારે હતું કે જાતે હલી પણ શકતી ન હતી. જેના કારણે તેને બધા જ કામ પથારીમાં કરવા પડતા હતા.

રિપોર્ટ્સ અનુસાર, તેને લિમ્ફેડેમાની બીમારી હતી. જેના લીધે તેનું શરીર વધ્યા જ કરતુ હતું. તેને થાયરોઈડના કારણે આ બધી જ તફલીફો પડી રહી હતી. તેને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે 10 લોકોની જરૂર પડતી હતી.

તે આટલી જાડી હોવાના કારણે તેને પોતાનું જીવન વ્યર્થ લાગતું હતું. તે પોતાના કોઈ પણ કામ જાતે કરી શકતી ન હોવાના લીધે તેને એવું લાગતું કે તે પોતાના જ શરીરમાં કેદ થઇ ગઈ છે. એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું હતું કે, “હું મરી રહી હતી… હું જીવંત હતી પણ જીવી રહી ન હતી.”

તેને જ્યારે નક્કી કર્યું કે તેને વજન ઘટાડવું છે ત્યારે તેને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઇ જવા માટે 10 માણસોની જરૂર પડી હતી. તેને ટ્રકમાં હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. કારણકે તે એમ્બ્યુલન્સમાં સમાઈ શકે તેમ ન હતી.

એ સૌથી પહેલા સમાચારોમાં ત્યારે આવી જયારે તેને ખોટી રીતે કબુલ્યું કે પોતાના ભત્રીજાને અકસ્માતે મારી નાખ્યો છે. તેને કહ્યું હતું કે તે છોકરા પર પડી ગઈ હતી,જેના કારણે તેનું ગૂંગળામણથી મોત થઇ ગયું. હકીકતે તેની બહેને જ પોતાના દીકરાને હેરબ્રશથી મારીને મારી નાખ્યો હતો.

પરંતુ માયરાને લાગતું હતું કે તેના જીવનનું કોઈ જ મહત્વ નથી જેને કારણે તેને આ કત્લનો આરોપ પોતાના પર લઇ લીધો હતો. પરંતુ આખરે પોલીસે તેનું આ જુઠાણું પકડી પડ્યું હતું. એટલે જયારે તેનું નામ આ કતલના આરોપથી હતી ગયું ત્યારે તેને નક્કી કર્યું કે તે પોતાનું જીવન સુધારવા માંગે છે. અને તેને કેટલાય કિલો વજન ઘટાડવાનું હતું.

જયારે સાબિત થયું કે રોસ્લસ કોઈ પણ ગુનો કરવા માટે ખૂબ જ વજનદાર છે, કે તે જાતે હલી પણ નથી શકતી ત્યારે તે કોઈને મારી કઈ રીતે શકે. જયારે તેને કોર્ટ સમક્ષ હાજર કરવાની હતી એ સમયે પણ તેના ઘરને તોડીને તેને બહાર કાઢવામાં આવી હતી.

આ પછી તેને પોતાની વજન ઘટાડવાની સારવાર શરુ કરાવી અને તેને પહેલા 10 દિવસની અંદર જ 45 કિલો વજન ઘટાડ્યું હતું. પરંતુ તેને લેપ બેન્ડ સર્જરી કરાવવા માટે હજુ તો ઘણા કિલો વજન ઘટાડવાનું બાકી હતું.

ડોક્ટર યૌનાન નોવઝરદાને તેની લેપ બેન્ડ સર્જરી અને મલ્ટીપલ સ્કિન રિમૂવલ સર્જરી કરી. જેના અંતે 362 કિલો વજન ઘટાડ્યું હતું. હવે તે સ્વસ્થ જીવન જીવે છે.

રોસલ્સએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “પહેલા હું ખાવા માટે જીવતી હતી અને હવે હું જીવવા માટે ખાઉં છું.” સર્જરી પછી તેને રોજ કિઝિકલ થેરાપી માટે જવું પડતું હતું કે જેથી તે ફરીથી ચાલી શકે, કારણકે તેને ઘણા વર્ષો પથારીમાં જ વિતાવ્યા હતા.

તે જણાવે છે કે હવે તે પ્રોટીન ડાયટ અને લો-કાર્બ ડાયટ લે છે, જેમાં બાફેલા શાકભાજી ખાય છે અને તેલ-બટર જેવી વસ્તુઓ નથી ખાતી.

રોસલ્સ તેની બહેનના બાળકો સાથે રહે છે, કારણકે અત્યારે એ બાળકોનું ધ્યાન રાખવાવાળું કોઈ જ નથી. રોસલ્સ કહે છે કે તેને વજન ઘટાડી રાખવા માટે આ બાળકોને જોઈને પ્રેરણા લીધી કે આ બાળકોનું ધ્યાન તેને જ રાખવાનું છે જેના માટે તેને સ્વસ્થ રહેવું પડશે. હવે તે રોજ ભોજનમાં સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે અને બીજા લોકોને પોતાની જાતે વજન ઘટાડવા માટે પ્રેરણા પણ આપે છે.

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/