જામનગર: હડતાલ પરના આરોગ્ય કર્મચારીઓએ સત્યનારાયણની કથા યોજી કર્યો વિરોધ

0
160
/

જામનગર જિલ્લા પંચાયત ના આરોગ્ય કર્મચારીઓની છેલ્લા ઘણા સમય થી વિવિધ પડતર માંગણીઓને લઈ ને હડતાળ પર ઉતાર્યા છે. તેનો હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા લાલબંગલા સર્કલ ખાતે વિરોધ ના જુદા જુદા કાર્યક્રમો રોજેરોજ કરવામાં આવે છે.

જેના ભાગ રૂપે આજે સત્યનારાયણ ભગવાન નું સ્થાપન કરીને સત્યનારાયણ ભગવાન ની કથાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યા માં હડતાળ કર્મચારીઓ ઉપસ્થિત રહીને પોતાની માંગણી ઓનું નિરાકરણ સરકાર લાવે તેવી પ્રાર્થના નારાયણ ભગવાન ને કરી હતી આ સત્યનારાયણ ની કથા માં આરોગ્ય કર્મચારીઓના હોદેદારો તથા બહોળી સંખ્યા માં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/