દેશભરમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર, ગુજરાતમાં 43 સહિત કુલ 226નાં મોત

0
54
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

2019ના પ્રારંભથી દેશમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂને કારણે 226નાં મોત અને 6600 કરતાં વધુ કેસ

2019ના પ્રારંભથી દેશમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂને કારણે 226નાં મોત અને 6600 કરતાં વધુ કેસ નોંધાયા છે. ગુજરાતનાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સ્વાઇન ફ્લૂને કારણે દેશમાં સૌથી વધુ 85 મોત નોંધાયાં છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવાં આ રાજ્યમાં 2019ના પહેલા 38 દિવસમાં સ્વાઇન ફ્લૂના 2,263 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજસ્થાન બાદ સ્વાઇન ફ્લૂને કારણે થયેલાં 43 મોત સાથે બીજા સ્થાને ગુજરાતનો નંબર આવે છે. પંજાબમાં સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા 30 પર પહોંચી છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ સ્વાઇન ફ્લૂ વકર્યો છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં 13 લોકોનાં મોત થયાં છે.

દેશમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂને ડામવા માટે કેન્દ્રીય આરોગ્યમંત્રાલયની મળેલી બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. આરોગ્યમંત્રાલયે જણાવ્યું હતું કે, અમે રાજસ્થાનમાં સ્થિતિની સમીક્ષા કરવા અને સ્વાઇન ફ્લૂના વધી રહેલા કેસો અટકાવવા રાજ્યોને સહાય કરવા એક જાહેર આરોગ્ય ટીમની રચના કરી છે, તે ઉપરાંત રોગચાળાને અટકાવવા માટે ગુજરાત અને પંજાબમાં વધારાની ટીમ રવાના કરાઈ છે. સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્રીય આરોગ્યમંત્રાલય રાજ્યસત્તાવાળાઓ સાથે નિયમિત વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપર્કમાં છે. સ્વાઇન ફ્લૂ સામે જાહેર જાગ્રતિ ફેલાવવા માટે જિલ્લાકલેક્ટરોને કામગીરી સોંપવા તમામ રાજ્ય સરકારોને એડવાઇઝરી જારી કરાઈ છે.રાજધાની દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ 1000ને પાર

રાજધાની દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ 1093 પર પહોંચી ગયા છે. આરોગ્યસેવા મહાનિયામકના એક અહેવાલ પ્રમાણે દિલ્હીમાં 868 પુખ્ત અને 225 બાળકોને સ્વાઇન ફ્લૂની અસર થઈ છે. દિલ્હીમાં મંગળવારે સ્વાઇન ફ્લૂને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બુધવારે 79 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં સરકાર સંચાલિત બે હોસ્પિટલોના જણાવ્યા અનુસાર સ્વાઇન ફ્લૂને કારણે 13 લોકોનાં મોત થયાં છે.

સ્વાઇન ફ્લૂથી મોત

226 કુલ મોત

85 રાજસ્થાન

43 ગુજરાત

30 પંજાબ

13 દિલ્હી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/