જણાવી દઈએ કે સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ ને કોઈકે પૂછી લીધું કે,”શું આ ધરતી પર તમારાથી અન્ય પણ કોઈ ધનવાન છે?”
બિલ ગેટ્સ એ જવાબ આપ્યો કે-હા, એક વ્યક્તિ છે જે આ દુનિયામાં મારાથી પણ ધનવાન છે”.
કોણ?
બિલ ગેટ્સ એ કહ્યું કે,”એક સમય માં જ્યારે મારી અમીરી ના દિવસો ન હતા, હું ન્યુયોર્ક માં એયરપોર્ટ હતો…ત્યાં સવાર-સવાર માં ન્યુઝપેપર જોઈને મેં તેને ખરીદવાનું વિચાર્યું,પણ મારી પાસે પૈસા ન હતા.જેથી મેં ન્યુઝપેપર ખરીદવાં ની ઈચ્છા ને પડતી મૂકી દીધી. ન્યુઝપેપર વહેંચાનાર છોકરા એ મને જોયો, તો એ તેને મારી પાસે પૈસા ન હોવાની વાત કહી. છોકરા એ સમાચારપત્ર મને આપતા કહ્યું કે ”આ હું તમને ફ્રી માં આપું છું
લગભગ ત્રણ મહિના પછી હું સંજોગે ફરીથી તે જ એયરપોર્ટ પર ઉતર્યો અને ત્યારે પણ સમાચાર પત્ર માટે મારી પાસે સિક્કા ન હતા. તે છોકારા એ મને ફરીથી સમાચાર પત્ર આપ્યું, તો મેં તેના માટે ના કહી દીધી કેમ કે તેના માટે મારી પાસે સિક્કા ન હતા, ”હું આ ન લઇ શકું”. તે છોકરા એ કહ્યું, તમે તેને લઇ શકો છો, હું તેને મારા પ્રોફિટ ના હિસ્સા માંથી આપી રહ્યો છું. મને નુકસાન નહિ થાય. તો મેં તે સમાચાર પત્ર લઇ લીધું”.
ત્યારથી લઈને 19 વર્ષ પછી મારા પ્રસિદ્ધ અને સફળ થઇ ગયા પછી એક દિવસ મને તે છોકરાની યાદ આવી અને મેં તેને શોધવાનું શરૂ કરી દીધું. અમુક દોઢ મહિના પછી આખરે મને તે છોકરો મળી જ ગયો. મેં તેને પૂછ્યું,”શું તું મને ઓળખે છે?”
છોકરો:”હા, તમે મિસ્ટર બિલ ગેટ્સ છો”.
બિલ ગેટ્સ:”તને યાદ છે, એક સમયે તું મને ફ્રી માં સમાચાર પત્ર આપ્યા કરતો હતો”?
છોકરો: ”હા, એકદમ યાદ છે, અને આવું બે વાર થયું હતું”.
બિલ ગેટ્સ: ”હું તને તારા કરેલા તે કામની કિંમત ચૂકવવા માગું છું… તું તારા જીવનમાં જે પણ ઈચ્છતો હોય, તે જણાવ. હું તારી દરેક જરૂરિયાતોને પૂરું કરી દઈશ”. છોકરો:”સર, પણ શું તમને નથી લાગતું કે,આવું કરીને તમે મારા કામની કિંમત ચૂકવી નહિ શકો”.
બિલ ગેટ્સ:કેમ?
છોકરો: મેં જ્યારે તમારી મદદ કરી હતી ત્યારે હું એક ગરીબ છોકરો હતો, જે સમાચાર પત્ર વહેંચતો હતો”. તમે મારી મદદ ત્યારે કરી રહ્યા છો, જયારે તમે આ દુનિયાના સૌથી ધનવાન અને સામર્થ્ય વાળા વ્યક્તિ છો…પછી, તમે મારી મદદ ની બરાબરી કેવી રીતે કરી શકશો?”
બિલ ગેટ્સ ની નજરમાં તે વ્યક્તિ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ થી પણ ધનવાન હતો કેમ કે કોઈની મદદ કરવા માટે તેમણે ધનવાન બનાવની રાહ જોઈ ના હતી. અમીરી પૈસા ના દળ થી નથી આવતી મિત્રો કોઈક ની મદદ કરવા માટે ધનવાન હૃદય નું હોવું ખુબ જ જરૂરી છે.
સમાચારોથી પણ વધુ કઈક નવું જાણવા માટે નીચે આપેલ લિંક પર જઇ અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide