મોરબીમાં વધુ એક હનીટ્રેપ: કાકા-ભત્રીજાને લલનાનો સાથ મોંઘો પડ્યો, જાણો શું થયું

0
302
/

મોરબીઃ મોરબી જિલ્લામાં હનીટ્રેપની વધુ એક ચોંકાવનારી ઘટનાઓ બની છે ત્યારે મોરબી તાલુકાના જીકિયારી ગામે કાકા – ભત્રીજા અને અન્ય એક વ્યક્તિને લલના સાથેનો સંગાથ મોંઘો પડી ગયો છે. ચાર શખ્સોએ ભોગ બનનાર ત્રણ વ્યક્તિના નગ્ન વીડિયો ઉતારી લઈ દોઢ લાખની માંગ કરી ઢોર માર મારતા ભોગ બનનારે મોરબી એલસીબી ટીમના પીએસઆઈ આર.ટી.વ્યાસનો સમ્પર્ક કર્યો હતો. જ્યાં યુવકે ડરતાં ડરતાં બનાવની સમગ્ર હકીકત જણાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ તા. ૨૩ ના રોજ મોરબી તાલુકાના જીકિયારી ગામે શબાબના શોખીન મિત્ર જેવા કાકા – ભત્રીજા અને અન્ય એક મિત્રએ રૂપિયા બબ્બે હજાર પ્રતિ વ્યક્તિ દીઠ ચૂકવી યુવતી સાથે રંગરેલીયા મનાવી હતી. આ લલના કમ યુવતીએ ત્રણેયને લૂંટવા આગાઉ કારસો ઘડી કાઢ્યો હોય ક્ષણિક સંબંધ પૂરો થતાં જ પ્રિ – પ્લાન મુજબ ચાર હટાકટ્ટા શખસો જ્યાં રંગરેલીયા મનાવવામાં આવી હતી તે વાડીમાં એસેન્ટ કારમાં આવી પહોંચ્યા હતા.

બીજી તરફ ક્ષણિક સુખ ભોગવનારા ત્રણેયની હાલત કફોડી બનતા હનીટ્રેપમાં શિકાર બરાબરનો ફસાયનું જણાતા ત્રણેયના કપડાં કઢાવી વીડીયો ઉતારી લઈ આમાં તો બળાત્કારનો કેસ થાય તેવી ધમકી આપી જીકિયારીના ત્રણેય પાસેથી લાખ – લાખ આપવા પડે તેવી ધમકી આપી હતી. રકઝકના અંતે દોઢ લાખમાં સેટિંગ કરી ભોગ બનનારને મોબાઈલ નંબર આપી સવાર સુધીમાં પૈસા આપવા અલ્ટીમેટમ પણ આપ્યું હતું. જે બાદ વાડીની ઓરડીમાં બેફામ માર માર્યો હતો.

દરમિયામ રવિવારે ભોગ બનનાર નાણાં ભેગા કરી ન શકતા ચંડાળ ચોકડીએ સાંજ સુધીમાં પૈસા ન મળે તો વીડિયો ફરતો કરી દેવા ધમકી આપી હતી. આખરે સમગ્ર મામલો મોરબી એલસીબી સુધી પહોંચ્યો હતો અને એલસીબીના પીએસીઆઈ આર ટી વ્યાસે આ બનાવને મામલે ત્વરિત કાર્યવાહી કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એસેન્ટ કાર કબ્જે કરી લીધી છે અને આરોપીઓ પણ હવે હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સુત્રો માંથી મળતી માહિતી મુજબ હનીટ્રેપ કાંડમાં હળવદ પોલીસમાં ફરજ બજાવતા એલઆરડી એટલે કે લોકરક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલા ઉર્ફે કાનભા ઝાલાનું નામ બહાર આવ્યું છે અને અન્ય ત્રણ શખસો રણમલપુર પંથકના હોવાનું તેમજ સુવાળો સંગાથ આપનાર યુવતી ચરાડવા પંથકની હોવાનું બહાર આવે તેમ છે. આ અગાઉ પણ ક્ષણિક સુખના શોખીનોને આ ટોળકીએ ફસાવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેમજ આ ટોળકી એ અગાઉ પણ આ રીતે પાંચ થી છ હનીટ્રેપને અંજામ આપ્યાનુંજાણવા મળી રહ્યું છે.

એલસીબીના પીએસીઆઈ આર.ટી. વ્યાસને આ ઘટનાક્રમમાં હળવદના એક પોલીસ કર્મી એલઆરડીની સંડોવણી હોવાનું બહાર આવી હતી. જેમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એલસીબી ટીમે મોડી રાત્રે તમામ ચાર આરોપીઓ વિરૃદ્ધ ગુનો દાખલ કરી ગુનામાં વપરાયેલી એસેન્ટ કાર કબ્જે કરી છે અને આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/