મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે

50
481
/

દશનામ ગોસ્વામી સમાજના સાત યુગલો લગ્નગ્રંથીથી જોડાશે, સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન

સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના સમાજનો વિકાસ પ્રગતિ અને સમાજ માટે સમૂહ લગ્ન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવા મેદાને પડેલી મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત સમુહ લગ્ન  સાથે સામાજિક જવાબદારી નીભાવવાનાં ભાગ રૂપે સમૂહ લગ્ન સાથે રક્તદાન કેમ્પ નું આયોજન કરી ને યુવક મંડળ દ્વારા પ્રેરણાદાય કાર્ય કરાયું છે આ સમૂહ લગ્નના આયોજન સાથે મોરબી જીલ્લા ગોસ્વામી સમાજની એકતાને સંગઠન મજબૂત થાય એકબીજાના સંબંધો વધે, સંબંધો ઉપયોગી થાય પરિવાર ની જાણકારી મળે  તેવા શુભ હેતુથી મોરબી જિલ્લા દશનામ ગોસ્વામી પરિવાર ની

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન તા.૧૦/૦૨/૨૦૧૯ ને રવિવારે રામધન આશ્રમ મુકામે મહેન્દ્રનગર રોડ મોરબી ૨ ખાતે યોજાશે. જેમાં સાત યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.આ સમૂહલગ્ન ફક્ત દશનામ ગોસ્વામી સમાજ ના સહયોગથી યોજાય રહ્યા છે. જેમાં દાતાઓના સહયોગથી દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીના તેમજ ઘરવપરાશની તમામ ચીજવસ્તુઓ સહિત ની કુલ ૭૪ વસ્તુઓ ભેટ અપાશે. તેમજ સમૂહ લગ્ન પૂર્વે તા૯/૨ ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે સમૂહ લગ્ન સ્થળ પર જ રાસ ગરબાને ડીજે બૉલીવુડ નાઈટના ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરાયું છે.

આ સમૂહ લગ્ન માં તા ૧૦/૦૨ ના રોજ સમૂહ લગ્ન સ્થળ પર જ રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે. સમૂહ લગ્ન માં સંતો મહંતો સહિત સમારંભ ના અધ્યક્ષ મનસુખપુરી રામપુરી ગોસ્વામી પૂર્વ પ્રમુખ મહા ગુજરાત દશનામ ગોસ્વામી મંડળ ભાવનગર, ડો મનીષભાઈ ગોસ્વામી પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશ દશનામ ગોસ્વામી મહામંડળ રાજકોટ, ગોસ્વામી ગુલાબગીરી ઘેલુંગિરી પ્રમુખ મોરબી દશનામ ગોસ્વામી મંડળ, સોમગીરી પ્રભાતગીરી ગોસ્વામી અધ્યક્ષ અખિલ દશનામ ગોસ્વામી સેવા સમાજ રાજકોટ, સહિત મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો,સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ના દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો,અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ના અમિતગીરી ગુણવંતગીરી,તેજશગીરી મગનગીરી,નિતેશગીરી મનહરગીરી, કીર્તિગીરી ઉમેદગીરી,પંકજગીરી ગુણવંતગીરી, હાદિકગીરી, બળવંતગીરી સહિત ની ટીમ ભારે જહેમત ઉઠાવી તડામાર તૈયારી આરંભી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.