મોરબીના મ્યુઝીસિયનનો ઓક્ટોપેડ કોન્ટેસ્ટના સેમિફાઇનલમા પ્રવેશ : વોટિંગ કરવાની અપીલ

0
514
/

ગુજરાતમાંથી પસંદ થયેલા એક માત્ર મોરબીના ભાવિક ગજ્જરને વિનર બનાવવા વધુને વધુ લોકો મત આપે તેવો અનુરોધ

મોરબી : મોરબીના મ્યુઝીસિયન ભાવિક ગજ્જરે ઓક્ટોપેડ કોન્ટેસ્ટના સેમિફાઇનલ રાઉન્ડમા પ્રવેશ કર્યો છે. ત્યારે આ કોન્ટેસ્ટમા વોટિંગ સિસ્ટમ હોવાથી ગુજરાતમાંથી પસંદગી પામેલા એકમાત્ર મોરબીના મ્યુઝીસિયનને વધુમાં વધુ લોકો વોટ આપી વિનર બનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીના ઓક્ટોપેડ પ્લેયર ભાવિક ગજ્જરે રોલેન્ડ ઓક્ટોપેડ એસપીડી કોન્ટેસ્ટના સેમિફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. આ સેમિફાઇનલ રાઉન્ડમાં ઇન્ડિયાના માત્ર ૧૨ ઓક્ટોપેડ પ્લેયર જ પહોંચ્યા છે. જેમાં ગુજરાતમાંથી માત્ર મોરબીના ભાવિક ગજ્જર જ આ સેમિફાઇનલ રાઉન્ડમાં પસંદગી પામ્યા છે. આ કોન્ટેસ્ટમા વિનર નક્કી કરવા માટે ૫૦ ટકા વોટ જજ દ્વારા આપવામાં આવનાર છે. જ્યારે ૫૦ ટકા વોટ પબ્લિક દ્વારા ઓનલાઈન આપવામાં આવનાર છે.

આ કોન્ટેસ્ટની જજિસ કમિટીમા એ.આર.રહેમાન અને ઝાકીર હુસેન જેવા વિશ્વપ્રસિદ્ધ સંગીતકારોનો સમાવેશ થાય છે. આ કોન્ટેસ્ટમાં ૫૦ ટકા વોટ પબ્લિકે આપવાના હોય છે. ત્યારે મોરબીના મ્યુઝિયન ભાવિક ગજ્જરને વધુમાં વધુ લોકો વોટ આપીને વિનર બનાવે તેવી મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે.

http://spd30contest.rolandindia.co.in/bhavMFoAkBJnAC

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/