રાજકોટ ખાતેના રવિરત્ન પાર્ક પાસે ધોળા દિવસે એક ૪૫ વર્ષિય યુવકની એક શખ્સે ૨૦થી વધુ છરાં ભોંકી હત્યા કરી હતી. ઉપરાંત નિર્દયતાથી તેના પર બાઈક પણ ચઢાવી દીધું હતું
ઘટના એવી હતી કે, બપોરે 45 વર્ષિય હરેશભાઈ પરમાર નામની વ્યક્તિ શહેરના યુનિવર્સિટી રોડ પર સ્થિત રવિરત્ન પાર્કના પાસેથી જઈ રહ્યા હતા. અચાનક અન્ય બાઈક સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. જેને પગલે તે બાઈક ચાલકે છરો કાઢી લીધો અને પહેલા તો હરેશભાઈને અંધાધૂંધ 20થી વધુ વાર છરો માર્યો પછી મરી રહેલા યુવક પર બેરહેમીથી બાઈક ચલાવીને તે ફરાર થઈ ગયો હતો.
ધોળા દિવેસ થયેલી હત્યાની માહિતી મળતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી ગયા હતા. તેમણે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજમાં લાગી ગયા હતા. મૃતક હરેશભાઈ અમિન માર્ગ વિસ્તારમાં વિનસ પાન નામની દુકાન ચલાવતા હતા. ગઈકાલે તેમની દીકરીની સગાઈ થવાની હતી. તેમના જ મિત્ર ફિરોજ જિકારભાઈ મેમણ દ્વારા તેમની હત્યા કરાઈ હોવાના આક્ષેપો લાગ્યા હતા. જે બાદ પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ કરી હતી.
આખરે આ ઘટનામાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી હતી. મહત્વનું છે કે આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની જાહેરમાં હત્યા કરી દીધી હતી. મનાઈ રહ્યું છે કે, રુપિયાની લેતી દેતીમાં આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની હત્યા કરી હતી. બંને છેલ્લા ઘણા સમયથી પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા પરંતુ મહેશે પાર્ટનરશીપ છોડી દેતા બંને વચ્ચે ખટરાગ પેદા થયો હતો અને ફિરોઝે પોતાના જ મિત્ર મહેશ પર શંકા રાખી તેની પર ઘાતકી હુમલો કર્યો હતો. રાજકોટ શહેરમાં હત્યા મારામારીની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો હતો અને તેની જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છરાના ઘા મારી રહ્યો હતો ત્યારે પણ ઘણા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એક તબક્કે તો ખુદ હરેશભાઈએ પણ ત્યાંથી પસાર થનાર પાસે મદદ માગી હતી પરંતુ કોઈ ઊભું રહ્યું ન હતું. અહીં તે ઘટનાના સીસીટીવી દર્શાવાયા છે. જુઓ CCTV
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide

























Comments are closed.