મોરબી : અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા

41
282
/

અણીયારી, જેતપર, રાપર, માણાબા, દેવળીયા, રોહિશાળા ગામે વરસાદ સાથે કરા પડ્યા

મોરબી : મોરબી માળીયા પંથકમાં આજે બપોરથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે કમોસમી વરસાદ પડ્યો હતો.જોકે મોરબીના અણીયારી, જેતપર, વાઘપર પીલુડી, રાપર, માણાબા, દેવળીયા,રોહિશાળા સહિતના ગામોમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

મોરબી માળીયા પંથકમાં આજે બપોરના સમયે વાતાવરણમાં અસાધારણ પલટો આવ્યો હતો અને આકાશમાં વરસાદી માહોલ બધાતાની સાથે જ ક્યાંય કમોસમી છાટા તો ક્યાંક હળવાથી ભારે વરસાદી ઝપટું પડ્યું હતું.જ્યારે મોરબી માળિયાના અણીયારી, જેતપર, વાઘપર પીલુડી, રાપર, માણાબા, દેવળીયા, રોહિશાળા સહિતના ગ્રામ્ય વિસ્તરની પટ્ટીમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા.આ અંગે અણીયારી ગામના સરપંચ દીપકભાઈ ધનજીભાઈ ડઢાણીયાએ જણાવ્યું હતું કે અણીયારી, રાપર, રોહિશાળા, માંણાબા, રોહિશાળા સહિતના ગામોમાં આજે બપોરના 4 વાગ્યાની આસપાસ ભારે કમોસમી વરસાદી ઝપટું પડ્યું હતું. આ કમોસમી વરસાદની સાથે કરા પડ્યા હતા. આ કમોસમી વરસાદથી જીરુંને નુકશાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે.

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.