મોરબીમાં વ્યાસ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા,૧૨ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

13
352
/

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી વ્યાસજ્ઞાતિમાં સમૂહ લગ્ન સંપન્ન, ૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
સાંસદ, ધારાસભ્ય, કલેકટર-એસપી અને સંતો મહંતોએ આશીવચન પાઠવ્યા
શ્રી અસાઈત યુવા સંગઠન દ્વારા જ્ઞાતિના સાથ સહકારથી સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા અને નવજીવનના નવલા પથ પર પ્રયાણ કર્યું હતું
દાતાઓ અને જ્ઞાતિજનોના આર્થિક સહયોગથી કુલ ૯૭ જીવનજરૂરી વસ્તુઓ કરિયાવરમાં દીકરીઓને આપવામાં આવી હતી સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત વસવાટ કરતા વ્યાસ જ્ઞાતિ મંડળના આગેવાનો, પરિવારોએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી તો આયોજકો દ્વારા તમામ દાતાઓ, જ્ઞાતિ શ્રેષ્ઠીઓના સન્માન કરવામાં આવ્યા હતા
સાંસદ મોહનભાઈ કુંડારિયાએ નાનો હોવા છતાં સમાજ સંગઠિત ગણાવી આ સમાજ આદિકાળથી સમાજ સુધારણામાં યોગદાન આપનાર સમાજ ગણાવી આયોજકોને અભિનંદન સાથે નવયુગલોના જીવન હરહમેશા આનંદિત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ વ્યાસ જ્ઞાતિ ગંગાને વંદન કરવા સાથે નવદંપતીઓને ઉતરોતર જીવનમાં પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી મોરબી જીલ્લા કલેકટર માંકડિયાએ આજના સમયમાં સમૂહલગ્નોનું ખુબ મહત્વ હોવાનું જણાવી આયોજનની પ્રશંસા કરવા સાથે નવદંપતીઓને જીવનમાં સુખી થવાની ચાવીરૂપ શીખ આપી હતી
આ તકે એસપી ડો. કરનરાજ વાઘેલા,પીએસઆઈ આર ટી વ્યાસ, એએસઆઈ આર બી વ્યાસ, અગ્રણી ધર્મરાજસિંહ (ધ્રુવનગર) મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, અન્ય રાજકીય આગેવાનો, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ પરેશભાઈ પટેલ, દિલુભા જાડેજા, નીલેશભાઈ ભોરણીયા સહિતના ઉદ્યોગપતિઓ આયોજનના સહકાર આપનાર ખોડીયાર મંડળ રાયસંગપરના આગેવાનો સહીત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો. અવની વ્યાસે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું આ તકે વેદાંતાચાર્ય અને સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના પ્રમુખ ડો. દીલીપજીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું શ્રી અસાઈત યુવા સંગાથ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મુકેશભાઈ કુકરવાડિયા, મંડળના પ્રમુખ રાજેશભાઈ કુકરવાડિયાએ પોતાના વક્તવ્યમાં જ્ઞાતિના વધુમાં વધુ મજબુત સંગઠન પર ભાર મુકવા સાથે આયોજનમાં સહયોગી દાતાઓથી માંડી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો નવદંપતીઓને શુભેચ્છા પાઠવવા સાથે જ્ઞાતિ હિતના કોઈપણ કાર્યમાં હરહમેશ સહભાગી બનવા હાકલ કરી હતી
પુ હિમ્મતરામબાપુ (ખરેડા) મહંત દામજી ભગત, મહંત જગદીશબાપુ શિવપુર, વસંતામાં (ખાખરાળા) મહંત ભાવેશ્વરીબેને નવદંપતીને આશીવચન પાઠવ્યા હતા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મુકેશભાઈ કુકરવાડિયા, પ્રમુખ રાજુભાઈ કુકરવાડિયાના માર્ગદર્શન હેઠળ ઉ.પ્ર. ધીરૂભાઈ મંડલી, લક્ષ્મીકાંત બોરસાણીયા મંત્રી પ્રકાશ પૈજા હિતેશ મંડલી સહીત તમામ સભ્યોએ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી વ્યાસ જ્ઞાતિ મંડળોએ પ્રમુખને સન્માનિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન દીલીપજીએ કર્યું હતું એનાઉન્સર તરીકે વૈશાલીબેન આગેજાએ સેવાઓ આપી હતી
કાર્યક્રમના શુભારંભ પૂર્વે અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા બે મિનીટ મૌન પાળવામાં આવ્યું હતું સાથોસાથ ૫૧,૦૦૦ રૂપિયા શહીદ કલ્યાણ નિધિમાં સંસ્થા દ્વારા અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી આશિષ મહારાજ દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

13 COMMENTS

Comments are closed.