યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિંગ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા
મોરબી : જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર સપૂતોને સર્વત્ર વિરાંજલી અપર્ણ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા દેશભક્તિની ભાવના અખંડિત રાખતા યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિગ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કેન્ડલ માર્ચ અને ગીતાજીનું પઠન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.
મોરબીમાં ઘણા સમયથી વિવિધ ક્રાંતિકારી અને રચનાત્મક કાર્યક્રમો યોજીને શહરીજનોમાં દેશભાવના જાગૃત રાખતું જાણીતું યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિગ દ્વારા કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગુપની મહિલા વિગના સભ્યોએ નવા બસ સ્ટેન્ડ પાસે સફેદ વસ્ત્રોમાં એકઠા થઈને શહીદોના આત્માને સદગતિ મળે તે માટે ગીતાજીના પાઠ કર્યા હતા. ત્યારબાદ મહિલાઓએ કેન્ડલ માર્ચ યોજીને ગાંધીચોકમાં આવેલી શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પહોંચીને શહીદોને અંજલિ આપી હતી.
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.