મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોની કાલે હડતાલ

19
153
/

સ્ટાફ ઘટ, સર્વર ઠપ્પ સહિતના પ્રશ્નો મામલે વકીલોએ હળતાલનું શસ્ત્ર ઉગામયુ : જરૂર પડે તો અચકોસ મુદતની હડતાલની ચીમકી

મોરબી : મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકિલો આવતીકાલે હડતાલ ઉપર ઉતરી જશે. સબ રજિસ્ટાર કચેરીમાં સ્ટાફ ઘટ,વારંવાર સર્વર ડાઉન સહિતના અનિકવિધ પ્રશ્નોને લઈને વકીલોએ હળતાલનું શસ્ત્ર ઉગામયુ છે અને જરૂર પડે તો અચોક્કસ મુદતની હડતાલની ચીમકી આપવામાં આવી છે.

મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોએ જણાવ્યું હતું કે,મોરબીની સબ રજિસ્ટાર કચેરીમાં ઘણા સમયથી સતાવતા પડતર પ્રશ્નોને લઈને આ વકીલો આવતીકાલે હડતાલ ઉપર ઉતરી જશે.આ પ્રશ્નોમાં સબ રજિસ્ટાર કચેરીમાં 6 ઓપરેટર જોઈએ તેના બદલે 2 ઓપરેટરો જ છે.વારંવાર સર્વર પણ ડાઉન થઈ જાય છે પરિણામે કામગીરી ખોરવાય જાય છે.કોમ્યુટર પણ જૂની સિસ્ટમ વાળું અને તેની સીસ્ટમ પણ મર્યાદિત છે.જે દસ્તાવેજની નોંધણી તે જ દિવસ થઈ જવી જોઈએ તેના બદલે ચાર દિવસે આ કામગીરી થાય છે.કચેરીએ આવતા વડીલો સહિતના અરજદારો માટે પાણી કે બેસવાની પણ વ્યવસ્થા નથી.જો દસ્તાવેજની નોંધણી કરાવવી હોય તો વહેલી સવારે 4 વાગ્યે મુકવા જવું પડે છે નહિતર સર્વર ડાઉન થઈ જાય તો આ કામ થતું નથી.જોકે મોરબીમાં સૌથી વધુ દસ્તાવેજની નોંધણી થાય છે અને સરકારને કરોડોની કમાણી કરવી આપે છે.તેમ છતાં ઘણી સુવિધાની ખામી હોવાથી રેવન્યુ પ્રેક્ટિસ કરતા 70 જેટલા વકીલો આવતી કાલે હડતાલ પડશે અને જરૂર પડે તો અચોકસ મુદતની હડતાલની પણ ચીમકી આપવામાં આવી

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.