વાંકાનેરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના પિતાની હત્યા કરનાર ચાર ઝડપાયા

41
268
/

વાંકાનેર પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય આરોપીને દબોચી લીધા

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર ગામે આજે પ્રેમ પ્રકરણમાં યુવતીના પિતાની હત્યા કરવાનો બનાવ સામે આવ્યા બાદ વાંકાનેર પોલીસે આ બનાવની ગણતરીની કલાકોમાં હત્યા કરનાર ચારેય આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ ફરિયાદી પુરીબેન અરજણભાઈ સાડમીયા જાતે દેવીપુજક હાલ રહે સરતાનપર રોડ મૂળ ગામ છાસીયા તાલુકો જસદણ વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી રામજી જોરુભાઈ માથાસુરીયા, ભીખા જોરુભાઈ માથાસુરીયા, દેવા જોરુભાઈ માથાસુરીયા, જોરુભાઈ જેરામભાઈ માથાસુરીયા રહે બધા કમાન્ડર કારખાના પાસે સરતાનપર વાંકાનેર, મૂળ ગામ મદારગઢ તાલુકો સાયલા વાળાએ ફરિયાદીના પતિ અરજણભાઈને આ કામના આરોપીઓ સાથે ફરિયાદીની દીકરી મંજુને આરોપી રામજીના ઘરમાં બેસાડવાની વાત કરતાં ફરિયાદીના પતિએ ના પાડી ઠપકો આપતાં આરોપીઓએ ગાળો આપી બાજુના ભંગારના ઢગલામાંથી હથિયારો લઇ આ કામના આરોપી નંબર ૧ના એ ફરિયાદીના પતિ મરણજનાર અરજણભાઈને માથાના ભાગે તેમજ પગના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી તેમજ આરોપી નંબર ૨. ના એ ફરિયાદી ની દીકરી સાહેદ મંજુબેનને ડાબા હાથે લોખંડનો સળિયો મારી તેમજ આરોપી નંબર ૩ ના એ ડાબા પગમાં લાકડાનું બડીકુ મારી તેમજ આરોપી નંબર ૪ ના એ ફરિયાદીને જમણા પગમાં લાકડી વડે માર મારવામાં આવેલ. આમ બધા આરોપીઓ મળી એકબીજાને મદદગારી કરી ફરિયાદી તેમજ સાહેદને મુઢમાર ઇજા કરી આ કામમાં મરણ જનાર ને માથાના ભાગે ગંભીર ઇજા કરી હત્યા કરવામાં આવેલ હતી.

આ મામલે વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. એસ. એ. ગોહિલ અને તેમની ટીમે આ બનાવની ગણતરીની કલાકોમાં જ ચારેય આરોપીને ઝડપી લઈને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

41 COMMENTS

Comments are closed.