કર્મીઓની હડતાલને પગલે ડેપોમાં બસના થપ્પા લાગ્યા : એસટી કર્મીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
મોરબી : રાજયભરમાં બુધવારે રાતથી એસટી કર્મીઓની હડતાળ શરૂ થઈ જતા તમામ એસટી બસોના પૈડા થંભી ગયા છે. મોરબી ડેપોમાં પણ અલગ અલગ ડેપોની બસ રોકી દેવાઈ હતી. મોરબી ડેપોની 54 બસની અંદાજે 330 જેટલી ટ્રીપ રદ કરવામાં આવતા અંદાજે 14 હજાર જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા. ખાંસ કરીને છાત્રો, નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલી પડી હતી. તેમણે ન છૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો હતો. જયારે આ તકનો ગેરલાભ લઈને ખાનગી વાહન ચાલકોએ બમણું ભાડું વસૂલીને રીતસરની લૂંટ ચલાવી હતી.
એસટી કર્મીઓની હડતાળના પગલે બુધવારની રાત્રીના 12 વાગ્યાથી મોરબી ડેપોમાં બસના રીતસરના થપ્પા લાગી ગયા હતા. જોકે અગાઉથી બસ કન્ડક્ટર દ્વારા બસમાં બેસતાં મુસાફરોને જાણ કરી દેતાં હોવાથી લાંબા અંતરની મુસાફરી ટાળી દીધી હતી. જોકે તેમ છતાં કેટલાક મુસાફરો રાતના રઝળી પડ્યા હતા. ગુરુવારે વહેલી સવારથી ખાનગી વાહન ચાલકોએ પણ ઉઘાડી લૂંટ ચલાવી હતી. અને કેપેસિટી કરતા વધારે મુસાફરો બેસાડી રેગ્યુલર ભાડા કરતા બમણું ભાડું ઉઘરાવ્યુ હતું. જેમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા મોરબી રાજકોટ રૂટ પર દોડતા ખાનગી વાહન ચાલકોએ 100 રૂપિયા ભાડું વસૂલયુ હતું. જેના પગલે મુસાફરોમા રોષ ફેલાયો હતો. તો બીજી તરફ એસટી કર્મીઓએ કામગીરી અટકાવી દેતા ડેપોમાં પાર્સલનાં પણ થપ્પા લાગી ગયા હતા. એસટી કર્મીઓએ સાતમા પગાર પંચનૉ અમલ કરવા, ડ્રાયવર – કન્ડક્ટરને વર્ગ 3નાં કર્મચારીઓ ગણી તે મુજબ પગાર આપવા, એસટીનું ખાનગીકરણ થતુ રોકવા, ખાનગી કપનીની વોલ્વો બંધ કરવા સહિતની માંગણી કરી હતી. આ સાથે મોરબી ડેપોમાં એસટી કર્મીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ગુજરાત રાજય એસટી નિગમ મજદૂર સંઘ મોરબી જિલ્લાનાં પ્રમુખ ડી.એન.ઝાલાએ માગણી નહિ સ્વિકારવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.