મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ દરમ્યાન ઘુંટુ ગામે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા, પોલીસની જુગારની આ રેડમાં એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેમાંથી મળતી વિગતો અનુસાર ગતરાત્રે મોરબી તાલુકા પી.એસ.આઇ.જી.આર.ગઢવી, સ્ટાફના માહિપતસિંહ જાડેજા, ઉજ્જવલદાન ગઢવી, ચંદ્રસિંહ કનુભા, અશોકભાઈ ખાભરા સહિતના તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગ કરી રહ્યા હતા. તે દરમ્યાન મોરબીના ઘુંટુ ગામે આવેલ ડારમાં દાદાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ધીરુભાઈ નરસીભાઈ દતેસરિયા, રમેશભાઈ મૉમૈયાભાઈ સાતાણી, કાન્તિભાઈ ચુનીલાલ વિરપરીયા, દિનેશભાઇ પાંચાભાઈ સીતાપરા, ભુપતભાઈ ત્રિભોવનભાઈ સરવૈયા, ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ દેગામા, ચંદુભાઈ બીજલભાઈ પેથાણીને રૂ.24100 સાથે ઝડપી લીધા હતા.જયારે આ જુગારની રેડ દરમ્યાન રમેશભાઈ મશરૂભાઈ ગિગોરા નાસી છૂટતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.