ટંકારામાં તસ્કરોનો આતંક : ત્રણ ફેકટરીમાં ચોરી, છરીની અણીએ મજૂરને લૂંટી લેવાયો

0
174
/

હથિયારધારી ડઝનેક તસ્કરોએ મચાવ્યો આતંક : રૂ. ૧ લાખથી વધુના મુદામાલની ચોરી : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ટંકારા : ટંકારામા ડઝનેક જેટલા તસ્કરોની ટોળકીએ ચોરી અને લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હથિયારધારી આ તસ્કરોની ટોળકીએ ત્રણ ફેક્ટરીઓને નિશાન બનાવી ત્યાંથી એક લાખથી વધુના મુદામાલની ચોરી સાથે બાઈકની ઉઠાંતરી પણ કરી હતી. સાથો સાથ એક મજૂરને છરીની અણીએ લૂંટી લેવામાં પણ આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે.

બનાવ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત રાત્રીના જામનગર રોડ પર હિરાપર નજીક 13 જેટલા નિશાચરો પોલીસને પડકાર ફેકી 3 ફેક્ટરી ને નિશાન બનાવી લુટ અને ચોરીને અંજામ આપી અંધારામાં ઓગળી ગયા હતા. જેમા એકાદ માસ પહેલા જ ચોરના નિશાને ચડી ગયેલા દેવ કોટનની ઓફીસ માથી એકાદ લાખની રોકડ તો સિયા રામ ઓઇલ ઈન્ડસ્ટ્રીઝની ઓફીસમાં તોડફોડ કરી 10 હજારની રોકડ અને એક મોટર બાઈક ઉસેડી ગયા હતા. જયારે રીતસર આંતક મચાવવા આવ્યા હોય તેમ તસ્કરોએ સહકાર કોટનની ઓફીસમા રોકડ ન હોય તો મજુરને ઉઠાડી ગળે ચાકુ રાખી તેની બચતની 10 હજારની રકમ લુટી લીધી હતી.

બનાવ અંગે પોલીસ ને જાણ કરતા પોલીસ રાત્રેજ દોડી આવી હતી જોકે આ લખાય છે ત્યાં સુધી કોઇ ફરિયાદ દાખલ થઈ નથી ફેક્ટરી માલિકનો સંપર્ક કરતા ફરીયાદની તજવીજ હાથ ધરી છે નુ જણાવ્યું હતું. ચોરીની આ ઘટના સીસીટીવીમા કેદ થઈ હોવાથી પોલીસે તેના આધારે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/