મોરબીમાં 17 સીરામીક કંપની સાથે કરોડોની છેતરપીંડી કરનાર વડોદરાનો વેપારી ઝડપાયો

41
313
/

સીરામીકની ટાઇલ્સ ખરીદીને ઉધોગકારોના પૈસા ડુબાડી દેવામાં આરોપી માહિર ખેલાડી હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીમાં 17 સીરામીક કારખાનાના માલિકો સાથે વિશ્વાસ કેળવીને વડોદરાના વેપારીએ ટાઇલ્સની મોટા પ્રમાણમાં ખરીદી કરીને રૂ.2.96 કરોડનું ફુલેકુ ફેરવ્યું હતું જોકે આ શખ્સે પહેલા ટાઇલ્સ ખરીદી કરીને નાનું પેમેન્ટ ચૂકવી દેતા સીરામીક ઉધોગકારો વિશ્વાસમાં આવી જતા આ શખ્સે મોટો હાથ માર્યો હતો. આથી સીરામીક કારખાનેદારની ફરિયાદ પરથી 2.96 કરોડની ઠગાઈ કરનાર વડોદરાના વેપારીને એલસીબીએ ઝડપી લીધો હતો.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીક ઉધોગપતિ વિશાલભાઈ જીવરાજભાઈ અમૃતિયાએ વડોદરાના વેપારી રવિ કિશોર પાઉ સામે રૂ, 2.96 કરોડની છેતરપીંડી આચરી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે વડોદરાના આ વેપારીએ સીરામીક ટાઇલ્સની ખરીદી માટે મોરબીના અલગ અલગ સીરામીક કારખાનાનો સંપર્ક સાધી સીરામીકની ટાઇલ્સ ખરીદી હતી અને તે વખતે પ્રથમ સમયે જ આ વેપારીએ ખરીદી કરેલી સીરામીક ટાઇલ્સનું પેમેન્ટ ચૂકવી દીધું હતું આથી ફરિયાદી તથા અન્ય ઉધોગકારો વિશ્વાસમાં આવી ગયા હતા, બાદમાં આ વેપારીએ મોટા પ્રમાણમાં સીરામીકનો માલ મંગાવ્યો હતો અને ઓર્ડર મુજબ મોરબીની 17 સીરામીક ફેકટરીઓએ માલ મોકલાવી દીધો હતો. ત્યાર બાદ આરોપીએ બાકીના પેમેન્ટ ચુકવવામાં ગલ્લા તલ્લા કરી ફોન પણ બંધ કરી દીધો હતો.

આરોપીએ કેરા વિટ્રીફાઈડ તેમજ સ્કાજેન વિટ્રીફાઈડ, ક્રીપ્તોન ગ્રેનેટો, રામેસ્ટ ગેનેટો, સેઝ વિટ્રીફાઈડ, સિલ્ક ટચ વિટ્રીફાઈડ, કેવીટા ગ્રેનેટો, સોરેન્તો ગ્રેનેટો, એલીકા વિટ્રીફાઈડ, મોડ સિરામિક લી. કેડીલેક ગ્રેનીટો, હોલીસ વિટ્રીફાઈડ, મલ્ટી સ્ટોન ગ્રેનીટો, ઈટકોસ ગ્રેનાઈટો, ડોનાટો વિટ્રીફાઈડ અને ફ્રીઓરેન્ઝા ગ્રેનીટો એમ કુલ ૧૭ સિરામિક ફેક્ટરી માંથી એક વર્ષ દરમિયાન માલ મંગાવીને ૨.૯૬ કરોડથી વધુનું પેમેન્ટ નહિ ચૂકવીને છેતરપીંડી આચરી હોવાની જીલ્લા એસ.પી સમક્ષ ફરિયાદ આવતા આ બાબતની વિધિસર મોરબી તાલુકા પોલીસ મથકમાં આજે ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે એલ.સી.બીએ તત્કાળ વડોદરાના આ અંઠગ વેપારીને ઝડપી લીધો હતો. એલસીબીની પૂછપરછમાં આ શખ્સ વિશ્વાસ કેળવીને માલ ખરીદયા બાદ ઉધોગકારોના લાખો રૂપિયા ડુબાડી દેવામાં માહેર ખેલાડી હોવાનું ખુલ્યું છે. આથી આ આરોપીએ કેટલા ઉધોગકારો સાથે ચિટીંગ કર્યું તે બહાર લાવવા અને નાણાં પરત મેળવવા માટે રીમાન્ડની તજવીજ હાથ ધરી છે

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

41 COMMENTS

Comments are closed.