હળવદ નજીક ૧ર૦૦ પેટી અંગ્રેજી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

0
202

રાજકોટ આર.આર.સેલની ટીમે દારૂના કન્ટેનર સાથે એક આરોપી સહિત રૂ.૭૦ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડયો

હળવદ : આજરોજ બપોરના હળવદ – માળિયા હાઈવે પર આવેલ હોટલ હરિદર્શન નજીક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર થતા રાજકોટ આર.આર. સેલની ટીમે ઝડપી લીધો હતો. ઝડપાયેલા કન્ટેનરમાં અંદાજે ૧ર૦૦ જેટલી વિદેશી દારૂની પેટી હોવાનો પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક આરોપી સહિત રૂ.૭૦ લાખથી વધુનો મુદામાલ ઝડપી લેવામાં રાજકોટ આર.આર.સેલની ટીમે સફળતા સાંપડી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં પાછલા થોડા દિવસોથી વિદેશી દારૂ ઝડપી લેવાના બનાવો સામે આવ્યા છે. હળવદ પોલીસ દ્વારા પણ મસમોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધાનો બનાવ હજુ તાજા છે ત્યારે રાજકોટ આર.આર.સેલની ટીમ દ્વારા વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી લેવામાં સફળતા મળી છે. આજે બપોરના હળવદ – માળિયા હાઈવે પર આવેલ હોટલ હરિદર્શન નજીક વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પસાર થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે રાજકોટ આર.આર.સેલના પી.એસ.આઈ. એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલની ટીમ દ્વારા આ વિદેશી દારૂનું કન્ટેનર ઝડપી લીધું હતું.

ઝડપાયેલા કન્ટેનરમાંથી વિદેશી દારૂની હાલ ગણતરી થઈ રહી છે. ત્યારે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ઝડપાયેલા કન્ટેનરમાં અંદાજે ૧ર૦૦ જેટલી વિદેશી દારૂની પેટી હોવાનું જાણવા મળ્યું છે. તો સાથે જ કન્ટેનર ચાલકને પણ ઝડપી લઈ આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ? અને કયાં પહોંચાડવાનો હતો ? તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/