નાણાંની લેવડ દેવડ માટે એક જ બારી ખુલ્લી હોવાથી દરરોજ લાગતી લાઈનો : સર્વર ડાઉન થઈ જવાથી વારંવાર ઠપ્પ થઈ જતી કામગીરી
મોરબી : મોરબીના પરાબજારમાં આવેલ એસ.બી.આઈ. બેકની શાખામાં લોકોને ભારે હાલાકી પડતી હોવાની રાવ ઉઠી છે.જેમાં બેન્કમાં પૈસાની લેવડ દેવડ માટે એક જ બારી હોવાથી દરરોજ મોટીમોટી લાઈનો લાગે છે. આ ઉપરાંત સર્વર ડાઉન થઈ જવાથી વારંવાર કામગીરી ઠપ્પ થઈ જતી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીના પરાબજાર વિસ્તારમાં આવેલ એસ.બી.આઇ. બેંકની શાખાના ગ્રાહકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ આ બેન્કમાં લોકોને વિવિધ પ્રકારની કામગીરી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને બેંકમાં પૈસાની લેવડ દેવડમાં ભારે હેરાન થવું પડે છે. જેમાં બેંકમાં પૈસાની લેવડ દેવડ માટે એક જ બારી હોવાથી દરરોજ લોકોની લાઈનો લાગે છે. ખાસ્સો સમય બાદ વારો આવતો હોવાથી સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તેમાય સર્વર ડાઉન હોવાથી વારંવાર કામગીરી પણ ઠપ્પ થઈ જાય છે.
જોકે આ બેંકમાં સિનિયર સિટીઝનો , નિવૃત સરકારી કર્મચારીઓ સહિતના લોકોના ખાતા હોય છે. પરંતુ તેમને બેંકમાં રૂટિન કામગીરી માટે મુશ્કેલી વેઠવી પડે છે.આ અંગે બેક મેનેજર રામકૃષ્ણએ જણાવ્યું હતું કે બેંકમાં ત્રણ બારીઓ છે.જેમાં એક બારી ગવર્મેન્ટ માટે અને બીજી બારી લેવડ દેવડ માટે છે.ત્યારે લોકોને પડતી હેરાનગતિ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
 
 
            


























Comments are closed.