આતંકવાદી હુમલાથી મોરબીવાસીઓમાં રોષ : યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

0
381
/

ટંકારાના ઓટલા પાસે યુવાનોએ પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા

મોરબી, ટંકારા : કાશ્મીરમાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલાથી દેશ ભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આતંકવાદી હુમલાની લોકોએ રોષભેર આકરી નિંદા કરી હતી અને સાથે હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આર્મીના જવાનો પર આતંકવાદી હુમલાથી રોષે ભરાયેલા ટંકારના ઓટળાના યુવાનોએ રોષભેર પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવયા હતા. અને સરકાર પાસે આતંકી હુમલા સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી

જ્યારે મોરબીના પંચાસર રોડ પર ઉમિયા માર્કેટ પાસે યુવાનો એકઠા થઇ કેન્ડલ સળગાવી શહીદ જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત મોરબીની અનેક રાષ્ટ્ર પ્રેમી સંસ્થા દ્વારા પણ શહીદ જવાનો માટે શ્રદ્ધાંજલિ આપતા જાહેર કાર્યકમોના આયોજન કર્યાં છે. કાશ્મીરમાં થયેલા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને મોરબીવાસીઓએ કડક શબ્દોમાં નિંદા કરી પાકિસ્તાન સામે સરકાર કડક હાથે કામ લે તેવી લાગણી વ્યક્ત કરી હતી

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/