શહીદ થયેલા વીર જવાનોની યાદમાં આયોજિત ભાગવત કથામાં થયેલી આવકમાંથી શહીદ સ્મારકનું નિર્માણ કરાશે : ૧૪મીથી કથાનો આરંભ
મોરબી : મોરબીમાં પુલવામાં થયેલા આતંકી હુમલાના શહીદોની યાદમાં આગામી તા. ૧૪મીથી ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહમાં થયેલી આવકમાંથી શહેરમા શહીદ સ્મારક બનાવવાનો પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે.
લાયન્સ ઇન્ટરનેશનલ મોરબી પરિવાર, પાટીદાર નવરાત્રી પરિવાર, યંગ ઇન્ડિયા ગ્રુપ, પ્રેસ મિડિયા પરિવાર, યોર ગ્રુપ, નવયુગ પરિવાર, માતૃભૂમી વંદના સેવા ટ્રસ્ટ અને સહીયર મહીલાના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં આગામી તા. ૧૪ થી ૨૦ સુધી રોજ રાત્રે ૮-૦૦ થી ૧૧-૦૦ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન શહીદ વીરજવાનોના મોક્ષાર્થે ગુજરાતમાં સૌ પ્રથમ વખત કરવામાં આવ્યું છે. જે વીર જવાનો વીરગતી પામ્યા છે તેમણે ભારત દેશ પ્રત્યે તેમનું ઋણ અદા કરેલ છે. તેઓનો આત્મા જરૂર પ્રભુશરણ માં જ હોય પરંતુ આપણી સંસ્કૃતી અનુસાર સદગતના આત્માના મોક્ષાર્થે ગુજરાતના પ્રખ્યાત યુવા કથાકાર નીખીલભાઇ જોષી ( રાધે ક્રિષ્ન ) દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે.
કથામાં ૭ દિવસ દરમિયાન દેશ સમર્પીત લશકરી અધિકારીઓ, ભૂતપૂર્વ સૈનિકોનું આગમન થશે. અને વીર જવાનોની દેશ નિષ્ઠા ઉપર પ્રકાશ પાડશે. કથાનું આયોજન ઓમ પાર્ટી પ્લોટ, રવાપર રોડ, મોરબીમાં હાથ ધરવામાં આવેલ છે. કથા મંડપમાં કામ ચલાઉ શહીદ સ્મારક ઉભુ કરવામાં આવશે. માત્રને માત્ર શહીદ સૈનિકોના પરિવાર અને લશ્કરના જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવશે.
કથા દરમિયાન થતી આવકમાંથી મોરબી માં શહીદ સ્મારક બનાવી અને શહીદ જવાનોને કાયમી શ્રધ્ધાંજલી આપવાનો પ્રયાસ હાથ ધરમાં આવેલ છે.શ્રીમદ ભાગવત કથા સમીતીમાં જોડાયેલ ચંદ્રકાંત દફતરી, વિરેન્દ્રભાઇ પાટડિયા, રમેશભાઇ રૂપાલા, જનક હિરાણી, સંજયભાઇ લોરિયા, દેવેનભાઇ રબારી, ભરતભાઇ સરાવડિયા, પી. ડી. કાંજિયા, મહેશ ભોરણિયા, કીરણબેન તથા સંજયભાઇ શેઠ વગેરે શહેરીજનો આયોજન માટે મહેનત કરી રહ્યા છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide