લાલપર પાસેના સીરામીક ટ્રેડર્સના વેપારીઓએ ફટાકડા ફોડી ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહીની ખુશાલી મનાવી
મોરબી : જમ્મુ કાશ્મીરમાં સી.આર પી.એફના જવાનો પર થયેલા આંતકી હુમલાને પગલે સમગ્ર દેશમાં ધગધગતા આક્રોશ સાથે પાક.સામે જડબાતોડ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.તયારે ભારતીય વાયુસેના દળે પી.ઓ.કેમાં આંતકીના કેમ્પ પાર બૉમ્બમારો કરી આંતકીઓના કેમ્પનો સફાયો કર્યો હતો.ત્યારે ભારતીય વાયુઝનની આ કાર્યવાહીથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને મોરબીના સીરામીક વેપારીઓએ આતીશબાજી કરીને ભારતની જીતના વધામણાં કર્યા હતા.
ભારતીય વાયુસેના દળે આજે પાક સામે જડબાતોડ કાર્યવાહી કરી હતી.જેમાં ભારતીય વાયુસેનાએ પાક.હેઠળના પી.ઓ.કેમ ઘુસી જૈસએ મહમદના આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બમારો કરીને આતંકવાદી કેમ્પનો સફાયો કરી દીધો છે.ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીથી સમગ્ર દેશની સાથે મોરબીમાં ખુશાળીનો માહોલ છવાયો છે.મોરબી નજીક નેશનલ હાઇવે પર લાલપર પાસે રિયલ સીરામીક પ્લાઝા આવેલ સીરામીક ટ્રેડસની દુકાનો ધરાવતા મોટી સંખ્યામાં સીરામીક વેપારીઓએ ભારતીય વાયુસેનાની જીતને વધાવવા ફટાકડાની આતીશબાજી કરી હતી અને સીરામીક વેપારીઓએ વદેમાતરમ તેમજ ભારતમાતા કિ જયની નારેબાજી કરીને ભારતની જીતની ખુશાલી મનાવી હતી.
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide