શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન
મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાસિયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો પણ કરવામાં આવ્યા છે.
મોરબીના રફાળેશ્વર મંદિરે આગામી તા. ૪ને સોમવારના રોજ મહાશિવરાત્રીએ પાસિયા પરિવારના આગેવાન ખોડાભાઈ પાસિયા દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે. આ સાથે તેઓના ઘરથી સવારે ૭:૩૦ કલાકે રફાળેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા નીકળશે. આ સાથે બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરાયુ છે.આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide