ગુજરાત સરહદેથી ઘૂસણખોરીના પગલે સેનાની ત્રણેય પાંખને સજ્જ રખાઈ
છેલ્લા બે દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે જમ્મુ કાશ્મીર-પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આંતકીઓ જમ્મુ-કાશ્મીર અને પંજાબ બાદ ગુજરાતની સરહદેથી ઘૂસણખોરી કરે તેવા સેન્ટ્રલ એજન્સીના ઇનપુટને પગલે સુરક્ષા વધારવામાં આવી છે. સેનાની ત્રણેય પાંખને સજ્જ રખાઈ છે.કચ્છ નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ કોઈ પણ શંકાસ્પદ હિલચાલ થાય તો તાત્કાલિક એજન્સીઓને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.1600 કિમીના દરિયા કિનારા પર હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદીઓના હિટ લિસ્ટમાં હોવાથી તમામ સુરક્ષા એજન્સીઓ સર્તક થઇ ગઇ છે.નિર્જન ટાપુઓ પર મરીન પોલીસ અને નેવી દ્વારા ખાસ બાજ નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર દરિયામાં ડ્રોનથી પણ નજર રખાઈ રહી છે
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide