અરવલ્લી જીલ્લામાં સ્વાઈનફ્લૂનો ભરડો ૨ મહિનામાં ૨૩ કેશ પોઝિટીવ : ૨૪ કલાકમાં ૩ સ્વાઈનફ્લૂ પોઝિટીવ

0
194
/

અરવલ્લીઃ ગુજરાતમાં સ્વાઈનફ્લૂ નામની બીમારીમાં મોત નિપજવાનો રેસિયામાં સમગ્ર દેશમાં બીજા નંબરે છે. અરવલ્લી જીલ્લામાં આરોગ્ય તંત્ર સ્વાઇનફ્લુ નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા બે મહિનામાં ૬૦ શંકાસ્પદ સ્વાઈનફ્લૂ અને ૨૩ સ્વાઈનફ્લૂ પોઝિટીવના કેશ નોંધાયા છે. ભિલોડાનો ૧ યુવાન અને ધનસુરનો ૧ યુવક અને વાંટા રામપુરના આધેડ સ્વાઈનફ્લૂમાં સપડાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. ત્રણે દર્દીઓ હાલ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે યુવકોનો સ્વાઈનફ્લૂ એક જ દિવસમાં પોઝિટીવ હોવાનું બહાર આવતા બંને યુવકોના પરિવારજનો, ગ્રામજનો અને અરવલ્લી જીલ્લાના પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગની નિષ્ફળ કામગીરી થી પ્રજાજનો ભગવાન ભરોશે હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. આરોગ્ય તંત્રના સબસલામત અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો બનાવીસર્વેની કામગીરીના દાવાઓ ખોખલા સાબિત થયા હોય તેમ સતત સ્વાઈનફ્લૂના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કરાતી કામગીરી કરતાં જીલ્લાની વાસ્તવિક સ્થિતિ બહુ જ અલગ જ ભાસી રહી છે. અસંખ્ય દર્દીઓ શંકાસ્પદ દર્દીઓ જીલ્લામાં સ્વાઈનફ્લૂની ઝપેટમાં ખાનગી હોસ્પિટલમાં ટેમીફ્લૂની ટેબ્લેટ અને સીરપની સારવાર લઈ રહ્યા છે.

ધનસુરાના-૧ , ભિલોડાના,-૧ યુવાન અને મોડાસા વાંટા-રામપુરના એક આધેડને સામાન્ય શરદી-ખાંસી અને તાવ જણાતા પરિવારજનોએ પ્રાથમિક સારવાર વિવિધ ખાનગી હોસ્પિટલ માં સારવાર લીધા બાદ તબિયતમાં સુધારો ન થતા અને બાળકી ને ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં ભારે તકલીફ જણાતા પરિવારજનો તાબડતોડ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા તબીબોને ત્રણે દર્દીઓ સ્વાઈનફલૂના લક્ષણો જણાતા લેબોરેટરી કરાવતા બંને યુવક અને આધેડનો સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તબીબે સઘન સારવાર હાથધરી હતી. આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને ત્રણે દર્દીઓના પરિવારજનો અને આજુબાજુમાં રહેતા લોકોની ચકાસણી હાથધરી હતી તથા ટેમિફ્લૂ આપવામાં આવી હતી.

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/