માલવણ નજીક અકસ્માતમાં મોરબીના કંસારા પરિવારના દીકરી જમાઈ સહિત ત્રણના મોત

115
517
/

નાથદ્વારાથી દર્શન કરી પરત આવતી વખતે મોરબીના કંસારા પરિવારની કારને અકસ્માત નડ્યો

 સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર કાર અને ટેન્કર ઘડાકાભેર અથડાતા મોરબીના કંસારા પરિવારના દીકરી જમાઈ અને ભત્રીજીના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મોરબીનો કંસારા પરિવાર નાથદ્વારાથી દર્શન કરીને પરત મોરબી આવી રહ્યો હતો ત્યારે માલવણ પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો.

આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નરેન્દ્રભાઈ છોટાલાલ કંસારાના થાન રહેતા દીકરી જમાઈ કારમાં નાથદ્વારના દર્શને ગયા હતા અને ગતરાત્રે નાથદ્વારાથી દર્શન કરીને ઇનોવા કારમાં કંસારા પરિવાર પરત આવી રહો હતો. ત્યારે અમદાવાદ હાઈવે પર માલવણ નજીક મોડી રાત્રે મોરબીના કંસારા પરિવારની ઈનોવા કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માત ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર માલવણ ગામ પાસે બન્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં મોરબીના કંસારા પરિવારના થાન ખાતે રહતા દીકરી જમાઈ નિધિ જૈનીલ કાગડા અને જૈનીલ યોગેશ કાગડા તથા કંસારા પરિવારની માસુમ ભત્રીજી પેક્ષા વિપુલભાઈ કંસારાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં કંસારા પરિવારના ત્રણ સભ્યોના મોત થતા ભારે અરેરાટી મચી ગઇ હતી

રાત્રિનો સમય હોવાથી કાર અને ટેન્કર વચ્ચે કેવી રીતે અકસ્માત થયો તેનું કારણ હજી જાણી શકાયું નથી. ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર આવેલા માલવણ ગામે Gj 36 f 7703 નંબરની ઇનોવા કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકો ભેગા થઇ ગયા હતા, અને પોલીસને જાણ કરાઇ હતી. પોલીસને ઘટનાની માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.