મોરબી પાલિકાના રોજમદાર કર્મચારીઓની પગાર મુદે હડતાલને પગલે તંત્ર ઝુક્યું

0
325
/

મોરબી નગરપાલિકાના ફાયર અને ગેરેજ વિભાગના 50 જેટલા રોજમદાર કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા આજે સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા અને હડતાલ ઉપર ઉતરેલાં આ રોજમદાર કર્મચારીઓએ રામઘુન બોલાવીને તંત્રને જગાડવાના પ્રયાસ કર્યો હતો.રોજમદાર કર્મીઓની હળતાલને પગલે તંત્ર ઝુક્યું હતું અને પગાર મુદે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા બપોર બાદ હળતાલનો અંત આવ્યો હતો

રબી નગરપાલિકા હસ્તકના ફાયર વિભાગ અને ગેરેજ વિભાગના 50 જેટલા રોજમદાર કર્મચારીઓ આજે પગારના મુદે હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ રોજમદાર કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા આખરે હડતાલનો માર્ગ અખત્યાર કરાયો હતો..આ ફાયર બીગ્રેડ અને ગેરજ વિભાગમાં મોટાભાગે રોજમદાર કર્મચારીઓ જ ફરજ બજાવે છે. કાયમી માત્ર બે જ કર્મચારીઓ છે.એ પણ ઓફિસ વર્કનું કામ સંભાળે છે.જ્યારે ફિલ્ડવર્કનું કામ આ જ રોજમદાર કર્મચારીઓ કરી રહ્યા છે. ફાયરની આવશ્યક સેવાઓ ખડેપગે રહીને આપતા હોવાથી આ રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી.તેમજ છેલ્લા બે માસથી પગાર પણ ન ચૂકવતા આજે 50 જેટલા રોજમદાર કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા તેથી ફાયર અને ગેરેજની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.જોકે કચરા ક્લેશન કરતા 15 વાહનોના ડ્રાઇવરો પણ આ હડતાલમાં જોડાતા કચરા ક્લેશનની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી..ત્યારે આજે હડતાલ ઉપર ઉતરેલાં રોજમદાર કર્મચારીઓએ રામઘુન બોલાવીને અનોખું વિરોધ પ્રદર્શન કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે ,નગરપાલિકા તેમના પ્રશ્ન સાંભળવાવાળું કોઈ નથી.કારણ કે કાયમી ચીફ ઓફિસર ન હોવાથી તેમના પ્રશ્નોનો કોઈ જવાબ આપતું નથી.અને એકબીજા ઉપર ટપલીદાવ કરતા હોવાને કારણે તેમને બે માસથી પગાર મળ્યો નથી. આ હડતાલને પગલે ઇન્ચાર્જ ચીક ઓફિસર સાગર રડીયાએ રોજમદાર કર્મચારીઓ સાથે વાટાઘાટ કરીને તેમનો પગારનો પ્રશ્ન ટુક સમયમાં ઉકેલી દેવાની ખાતરી આપતા બપોર બાદ હડતાલનો અંત આવ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/