હળવદ : પાંચ લાખની કારમાં ચાર બીયરના ટીન સાથે ત્રણ ઝડપાયા

0
335
/

હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ શખ્શોને ઝડપી લઈને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેહળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીકર રોડ પરથી પસાર થતી બલેનો કાર નં જીજે ૩૬ એલ ૫૭૦૦ શંકાસ્પદ જણાતા રોકીને તલાશી લેતા કારમાંથી ચાર બીયરના ટીન કીમત રૂ ૪૦૦ મળી આવતા પોલીસે કારમાં સવાર પોપટ દેવજીભાઈ ધોળકીયા (ઉ.વ.૪૭) રહે મોરબી પંચાસર રોડ, હરજીવન સુરેશભાઈ ધોળકીયા (ઉ.વ.૨૩) રહે શનાળા પ્લોટ વિસ્તાર મોરબી અને એજાજ હનીફ કગથરા (ઉ.વ.૨૫) રહે ટીકર રોડ હળવદ વાળાને ઝડપી લઈને કાર કીમત ૫ લાખ અને બીયર સહીત ૫,૦૦,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/