18 મે – 2019: આજના રાશિફળ સાથે વાંચો કઈ રાશિના જાતકો માટે પૈસા ડૂબવાના યોગ છે અને મેકઓવર કરાવવા યોગ્ય દિવસ છે

  0
  363
  /

  1. મેષ – અ,લ,ઈ (Aries):
  આજે તમારા કામમાં તમને તમારા ઉપરી અધિકારી અથવા તો બોસની પુરતી મદદ મળી રહેશે જેના કારણે તમારા અટકી પડેલા કામ પૂર્ણ થશે પણ તકેદારી રાખજો તમારાથી કોઈ ખામી રહી ના જાય. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખૂબ ખુશ રહેશે, તમારા જીવનસાથી સાથે આજે નરમાશથી વાત કરો તમારા ઉગ્ર સ્વભાવના કારણે મતભેદ થવાની શક્યતાઓ છે. જુના મિત્રો સાથેની મુલાકાત તમારી સાંજ બનાવી દેશે, તમારા બાળકો સાથે આજે સમય વિતાવો આજે તમારા બાળકોને તમારી જરૂરિયાત છે.
  શુભ અંક : ૩
  શુભ રંગ : ગુલાબી
  2.વૃષભ – બ,વ,ઉ (Taurus): 
  આજે કોઈપણ સારી કે લલચાવનારી રોકાણ કરવાની સ્કીમ આવે તો તેની તરફ બહુ ધ્યાન આપશો નહિ આજે પૈસા ડૂબવાના યોગ છે. આજે પરિવાર સાથે થોડો સમય પસાર કરો. લગ્ન સમયને યાદ કરીને તમે અને તમારા જીવનસાથી બંને ખુશ થઇ જશો અને આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજે પ્રમોશનના યોગ મળી રહ્યા છે. પ્રમોશન નહિ થાય તો સેલેરી પણ વધી શકે છે. આજે કોઈપણ ગરીબ બાળકની ભૂખ સંતોષાય એવું કાર્ય કરો તેના ચહેરાની મુસ્કાન જોઇને તમને પણ આનંદ થશે.
  શુભ અંક : ૯
  શુભ રંગ : પીળો
  3. મિથુન – ક,છ,ઘ (Gemini):
  હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
  શુભ અંક : ૨
  શુભ રંગ : નારંગી
  4. કર્ક – ડ,હ (Cancer):
  જો તમે મેકઓવર કરાવવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય છે. તમારા નવા અવતારને જોઇને દરેક મિત્રો તમારાથી ઈમ્પ્રેશ થઇ જશે. આજે બાળકોના ભવિષ્યને લઈને થોડી ચિંતા તમને થશે. બહુ ટેન્શન લઈને મન પર બહુ ભાર રાખશો નહિ. માથાનો દુખાવો આજે તમને હેરાન કરશે. પરિવારના વડીલ સાથે કોઈ વાતને લઈને ઝઘડો ના થાય એ ધ્યાન રાખજો. ઓફીસમાં બધા તમારી વાહ વાહ કરશે તમારા કામની સરાહના થશે જેનાથી તમારું મન પ્રફુલિત રહેશે.
  શુભ અંક : ૩
  શુભ રંગ : લાલ
  5. સિંહ – મ,ટ (Lio):
  આજે નાની નાની બીમારી અને દુખાવાને લીધે ડોક્ટરની મુલાકાત લેવા જાઉં પડશે. તમારે થોડું વધારાનું કામ કરવાનું થઇ શકે છે તો કોઈપણ શરમ કે સંકોચ વગર એ કામ કરો અને બીજાને મદદરૂપ થાવ જેના કારણે ભવિષ્યમાં તમને આર્થિક લાભ પણ થશે અને લોકોમાં તમારી એક અલગ ઓળખ પણ ઉભી થશે. આજે જુના મિત્રો સાથે સંપર્ક કરો તમારું મન પણ ખુશ થઇ જશે અને મિત્રોને પણ સારું લાગશે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથે વિતાવવા માટેનો યોગ્ય દિવસ છે તમારા સુખ અને દુઃખની વાતો એકબીજા સાથે શેર કરો.
  શુભ અંક : ૨
  શુભ રંગ : કેસરી
  6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
  આજે સવારે મોડા ઉઠવાને કારણે તમે ઓફિસે મોડા પહોચસો જેના કારણે તમારે ઉપરી અધિકારીનો ગુસ્સાનો સામનો કરવો પડશે, ઓફિસમાં આજે વધારાનું કામ કરવાનું રહેશે. કામ કરો ત્યારે મન એકદમ શાંત અને ચહેરા પર મુસ્કાન રાખો. ઓફિસમાં થયેલ તકલીફ કે અડચણનો ગુસ્સો ઓફીસમાં જ મૂકી ને ઘરે આવજો. તામ્ર કામની અસર ઘરના વાતાવરણમાં થવી જોઈએ નહિ. એવું કરવાથી તમારા ઘરમાં અને પરિવારના સભ્યોમાં તણાવનો માહોલ સર્જાઈ શકે છે. સંતાનો તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે મહિલાઓ માટે આજે સમય અનુકુળ છે જો તમે ઘરે બેઠા બેઠા જ કોઈ નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરો.
  શુભ અંક : ૨
  શુભ રંગ : પીળો
  7. તુલા – ર,ત (Libra):
  આજે લોકો તમારું સિક્રેટ જાણવા માટે કશું પણ કરી જશે. આજનું વાતાવરણ તમને ખુશ કરી દેશે, ખાવામાં થોડી સાવધાની રાખો બહારનું અને ખુલ્લી જગ્યાઓના ભોજનથી દૂર રહો. તમારા લાંબા સમયથી અટકી રહેલા પ્રોજેક્ટ ફ્લોર પર આવશે અને એ પ્રોજેક્ટ તમારી સફળતાનું કારણ બની રહેશે. તમારે આજનું કામ આજે જ પૂરું કરવાનું રહેશે, કાલે એ કામ કરવાનું રાખશો તો ઘણીબધી અડચણ આવી શકે છે. વડીલોની તબિયત પ્રત્યે થોડી સાવધાની રાખો. નિયમિત બોડી ચેકઅપ કરાવવાનું અને નિયમિત દવાઓ લેવાનું રાખો.
  શુભ અંક : ૯
  શુભ રંગ : લીલો
  8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
  ધનલાભ માટે આજે સારો દિવસ છે. કોઈને ઘણા સમય પહેલા આપેલ ઉધાર પૈસા પરત મળશે. આજે પૈસા રોકવા માટેનો યોગ્ય સમય છે. ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે આજે તમારે તમારું મન શાંત રાખવાની જરૂરત છે. આજે પ્રેમીઓ માટે સારો દિવસ છે દિવસે ને દિવસે તમારો પ્રેમ વધુને વધુ મજબુત થશે. આજે નોકરી બદલવા માંગતા મિત્રોની માટે યોગ્ય દિવસ છે. આજે તમે તમારા ભવિષ્ય માટે યોગ્ય કરિયર પસંદ કરી શકશો. આજે શેર બજારમાંથી તમને ધનલાભ થશે. આજે જમીન અને મકાન સાથે જોડાયેલ સોદામાં તમને ફાયદો મળશે.
  શુભ અંક : ૪
  શુભ રંગ : નારંગી
  9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
  આજે તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. નોકરી અને વેપારમાં ફાયદો મળશે, નોકરી કરતા મિત્રોને પગાર વધારો કે પછી પ્રમોશન મળવાના યોગ છે. આજે પરણિત મિત્રોનો દિવસ સારો વ્યતીત થશે. જીવનસાથી સાથે વધારે પ્રેમ કરવાનો તમને મૌકો મળશે. આજે સ્વાસ્થ્ય વિષે થોડી સાવધાની રાખવાની જરૂરત છે. કોઈ ગંભીર તકલીફ નથી પણ સામાન્ય તકલીફ થઇ શકે છે. આજે વિદ્યાર્થી મિત્રોને પોતાના કરિયરને સંબંધિત મહત્વના નિર્ણય લેવા પડશે. વેપારી મિત્રોને આજે સારો ધનલાભ થશે. કળા, સોંદર્ય, રંગમંચ, સંગીત વગેરે જેવા વેપાર સાથે જોડાયેલ વ્યક્તિઓને ધનલાભ થશે.
  શુભ અંક : ૧
  શુભ રંગ : પીળો
  10. મકર – જ, ખ (Capricorn): 
  પહેલા કરેલા કાર્યનું આજે તમને વળતર મળશે જેના કારણે આજનો આખો દિવસ તમારો ખુશનુમા રહેશે. તમારા પરિવારજનો અને જીવનસાથીને સરપ્રાઈઝ આપો અને ખુશ કરી દો. તમારા જુના મિત્રોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું નહિ તો તમારી તબિયત બગડી શકે છે. ટૂંક સમયમાં પ્રિયપાત્ર સાથે પ્રવાસના યોગ છે. દરેક વાતને હસતા હસતા સ્વીકારવાની વૃતિ તમને ફાયદો કરાવશે. આજે કોઈપણ વચન આપતા પહેલા કે શરત લગાવતા પહેલા સો વાર વિચાર કરજો નહિ તો પસ્તાવું પડશે..
  શુભ અંક : ૬
  શુભ રંગ : ગુલાબી
  11. કુંભ – ગ,શ,સ(Aquarius):
  આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. શેર માર્કેટ અને કોમોડિટીથી સારું રીટર્ન મળશે. આજે લોટરી અને શરતવાળી બધી સ્કીમથી દૂર રહેજો, આર્થિક નુકશાન થવાની સંભવના છે. ભાઈઓ અને બહેનો સાથે ચાલી રહેલ લાંબા સમયના અબોલાનો અંત આવશે. આજે પત્ની અને પરિવાર સાથે તમારા સંબંધો વધુ મજબુત થશે. આજે તમારી દરેક મુશ્કેલીઓ તમારા પરિવાર સાથે વાત કરીને સુલજાવી શકશો. આજે સાંજના સમયે થોડી શારીરિક તકલીફ વધશે. આજે નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળશે અને વેપારી મિત્રો જે પણ જમીન કે મકાનમાં પૈસા રોકવાના હોવ તો આજનો દિવસ ખાસ તકેદારી રાખજો. તમારી સાથે આજે વિશ્વાસઘાત થઇ શકે છે.
  શુભ અંક : ૫
  શુભ રંગ : ગુલાબી
  12. મીન – દ,ચ,જ,થ(Pisces):
  આજે સામાજિક કાર્યોને લીધે થોડી દોડધામ વધી જશે. જુના મિત્રો સાથેનું મિલન તમારા મનને ખુશ કરી જશે. પરિવારમાં આજે કોઈની તબિયત બગડી શકે છે. ઘરનું વાતાવરણ થોડું હળવું બને અને બધા ખુશ થાય એના માટે દરેક ખુશ થઇ જાય એવું કોઈ કાર્ય કરો. સવારમાં પૈસા રોકાણ માટેના સારા યોગ છે તો કોઈ સાથે મહત્વની મીટીંગ કરવાની હોય તો કરી લેજો. તમે જે પણ નિર્ણય લો એમાં તમને ક્યારે અને કેવીરીતે ફાયદો મળશે એ વાતની ખાસ ચોખવટ કરજો. આજે પૈસા કમાવવાનો સારો દિવસ છે બસ ફક્ત થોડી તકેદારી અને સાવધાની રાખજો. વાણી વર્તનમાં આજે ખાસ ધ્યાન રાખજો. દિવસનો અંત તમને મનની શાંતિ આપશે.
  શુભ અંક : ૯
  શુભ રંગ : સફેદ

  મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

  https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

  વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

  તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

  અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

  /