ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામમાં ગત તા. 22ના રોજ સુરેખાબેન અનાભાઈને રાત્રે 12-30 કલાકે પ્રસુતિનો દુઃખાવો ઉપાડતા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન દુઃખાવો વધી જતા તાત્કાલિક ડીલીવરી કરવી પડે, તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આથી, 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની ડીલીવરી કરાવી બાળકને જન્મ અપાવ્યો હતો. આ કાર્યમાં ઈ.એમ.ટી. ઈકબાલ ચુડેસરા અને પાયલોટ છેલુભાઈ સંઘાણી જોડાયા હતા. આમ, સગર્ભાને ડીલીવરી કરાવી 108ની ટીમે માનવતા મહેકાવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide