મહેન્દ્રનગરના રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજ ઉજવાઈ

0
36
/

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી. આ તકે મહંત ભાવેશ્વરી માં અને તેમના શિષ્ય રતનબેનની ઉપસ્થિતિમાં નેજા ઉત્સવ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ મર્યાદિત ભાવિકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. પાટ પણ માત્ર મહંત અને સ્ટાફ દ્વારા પુરવામાં આવ્યો હતો. થર્મલ સ્ક્રીનિંગથી પ્રવેશ પહેલા ચેકઅપ કરવામાં આવ્યું હતું. સૅનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સોસીયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. આ તકે આશ્રમના મુકેશ ભગત, દિલીપ મહારાજ, દેવકરણભાઈ તેમજ સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/