16 સપ્ટેમ્બરે કોઈ પણ થીએટરમાં ફિલ્મની ટીકીટ ફક્ત 75 રૂપિયામાં ઉપલબ્ધ !!

0
35
/

અહેવાલ મુજબ  16 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દેશભરની તમામ થીએટરોમાં ફિલ્મની ટીકીટ માત્ર 75 રૂપિયા રાખવાનો નિર્ણય લીધો છે.

સસ્તા ભાવે ફિલ્મની ટીકીટ વેચવાની શરૂઆત સૌપ્રથમ વખત અમેરિકાએ કરી 

અત્રે ઉલ્લેખનીય છે કે સિનેમા દિવસ ઉપર સસ્તા ભાવે ફિલ્મની ટીકીટ વેચવાની શરૂઆત સૌપ્રથમ વખત અમેરિકાએ કરી હતી. 3 સપ્ટેમ્બરના રોજ યુએસમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે ત્યાંના સિનેમાઘરોએ આખા અમેરિકામાં ફિલ્મની ટિકિટની કિંમત $3 સુધી રાખવામાં આવી હતી કે જેથી સિનેમાપ્રેમીઓ ઓછી કિંમતે ફિલ્મ જોઈ શકે અને સિનેમા દિવસની ઉજવણી કરી શકે. અમેરિકા બાદ હવે ભારતમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.

PVR, INOX, Cinepolisમાં પણ 75 રૂપિયામાં ફિલ્મ ટીકીટ મળશે

 

75 રૂપિયાની ફિલ્મ ટીકીટ માત્ર સામાન્ય મૂવી થિયેટરોમાં જ નહીં પણ PVR, INOX, Cinépolis, Mirage, Carnival અને Wave સહિત તમામ થીએટરોમાં પણ ઉપલબ્ધ હશે. સામાન્ય રીતે સિનેમા હોલમાં ફિલ્મ માણવા માટે 200થી 300 રૂપિયા ખર્ચવા પડે છે, જેના કારણે મોટાભાગના લોકો સિનેમા હોલમાં જઈને ફીલ્મ જવાનું ટાળે છે. પરંતુ સિનેમા દિવસની ઉજવણીના ભાગ રૂપે સામાન્ય લોકોને થીએટરમાં જઈને ફિલ્મ જોવાનું પરવડે તે માટે ફિલ્મની ટીકીટનો ભાવ ઘટાડવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સિનેમા દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

કોરોના સમયગાળા દરમિયાન સિનેમાઘરોને લાંબા સમય સુધી તાળાં લાગ્યાં હતાં, જેના કારણે સિનેમાઘરોને ઘણું નુકસાન થયું હતું. જો કે, હવે સ્થિતિ સામાન્ય બની ગઈ છે, તેથી સિનેમા હોલ ફિલ્મ પ્રેમીઓને થિયેટરોમાં લાવવા માંગે છે. લગભગ 4000 થિયેટર આ ઝુંબેશ સાથે જોડાયેલા હશે, જે 16 સપ્ટેમ્બરે ઓછી કિંમતે ફિલ્મ પ્રદર્શિત પણ કરશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/