મોરબીના સજ્જનપર માં આગામી તા. 2 ના રોજ નાટક યોજાશે

0
325
/

 

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, કૌશિક મારવાણીયા) ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગાયોના લાભાર્થે તા.02/11/2019 શનિવાર છઠ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મહાન ઐતિહાસિક નાટક “સાત કોઠા નુ યુધ્ધ યાને અભીમન્યુ ચક્રાવો” તેમજ સાથે પેટ પકડીને હસાવતુ હાસ્ય રસિક કોમિક રજુ કરવામા આવશે.

સજનપર ગામે ૭૦ જેટલી નિરાધાર ગાયોનો નિભાવ થાય છે તેનો નિભાવ નો ખર્ચ છેલ્લા ૧૭ વર્ષથી નાટકનો કાર્યક્રમ યોજી લોકફાળા દ્વારા તેમજ ઢોલ -ત્રાંસા વગાડીને કરવામા આવે છે, સજનપર ગામે ગાય માતાજીનુ સમાધિ મંદિર પણ બનાવવામા આવ્યું છે. જેથી સમસ્ત સજનપર ગામ તથા બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ધર્મપ્રેમી તથા ગૌ પ્રેમી જનતાને પ્રસિદ્ધ નાટક નિહાળવા પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/