દરેક છોકરીને લાંબા અને ઘાટા વાળની ઈચ્છા હોય છે, પરંતુ હાલના પ્રદુષિત વાતાવરણમાં, ધૂળ અને માટીને કારણે અને વાળ પર કેમિકલ્સવાળા શેમ્પૂના ઉપયોગને કારણે વાળ સૂકા થઇ જાય છે અને ખરવા લાગે છે. જરૂરી છે કે સમયસર વાળની સમસ્યા પર ધ્યાન આપવામાં આવે. જો તમે સુંદર વાળની ઈચ્છા ધરાવતા હોવ તો એ માટે તમારે કેટલાક ખાસ તત્વોનો ઉપયોગ પણ કરવો જોઈએ.
વાળની સારસંભાળ માટે ઘરેલુ ઉપાય કરવા જોઈએ અને વાળ માટે એલોવેરા એટલે કે કુંવારપાઠું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એમાં મોટી માત્રામાં એમિનો એસિડ અને પ્રોટેયોલીટીક એન્ઝાઇમ હોય છે જે તમારા વાળને સુંદર અને ચમકદાર બનાવે છે. સાથે સાથે વાળના મૂળને સ્વસ્થ બનાવીને વધવામાં મદદ કરે છે. એલોવેરામાં હાજર એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ ગુણ માથામાં ખોળો દૂર કરવાનું કામ પણ કરે છે. વાળ માટે સૌથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય છે એલોવેરા, જેના ઉપયોગથી વાળ સંબંધિત બધી જ સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. તો ચાલો જાણીએ સુંદર વાળ માટે એલોવેરા કેટલું મદદગાર છે.
વાળ સંબંધી કોઈ પણ સમસ્યા હોય જેવી કે વાળનું ખરવું, શુષ્ક વાળ, વાળમાં ખોળો થવો વગેરે માટે એલોવેરા ઉપયોગી છે. તમે મહિનામાં બે વખત એલોવેરા જેલ લગાવીને પણ વાળની સમસ્યાઓને ઓછી કરી શકો છો. એલોવેરાથી માથા ટાલની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. તેને માથામાં લગાવવાથી આ શેમ્પૂનું કામ પણ કરે છે. જો તમારા વાળને સુંદર અને આકર્ષક બનાવવા હોય તો એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે.બજારમાં ઉપલબ્ધ વાળની સમસ્યાઓ દૂર કરતી દવાઓના સેવન કરવાને જો કુદરતી રીત એટલે કે એલોવેરા વાપરશો તો તમારા વાળને કોઈ નુકશાન નહિ થાય અને આડઅસર નહીં થાય. તમારા વાળ વધુ લાંબા, ઘાટા અને સુંદર થશે. નવા વાળના ગ્રોથ માટે પણ એલોકેરા ફાયદાકારક છે. એલોવેરા શેમ્પૂની સાથે જ એલોવેરા કંડીશનરનો ઉપયોગ કરવાથી વાળ વધુ ચમકદાર બને છે.
એલોવેરા અને નારિયેળના તેલને એક સરખી માત્રામાં લો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં મૂળથી છેડા સુધી લગાવો. આ મિશ્રણથી માથાની માલિશ કરો અને વાળના છેડા સુધી મસાજ કરો. વાળના છેડા વધુ ખરાબ હોય છે એટલે એના પર વધુ ધ્યાન આપો. આ મિશ્રણને વાળમાં લગાવ્યા બાદ શાવર કેપ પહેરી લો અને 1 કલાક માટે રાખો. આનાથી વાળ મજબૂત, મુલાયમ, અને બાઉન્સી બનશે. અઠવાડિયામાં બે વાર આવું કરી શકાય છે અને ચાહો એટલા સમય માટે પણ એને વાળમાં લગાવીને રાખી શકો છો.
આ જાદુઈ કંડિશનિંગ મિશ્રણ વાળ અને માથાની ત્વચાને પર્યાપ્ત માત્રામાં નમી આપે છે. અને વાળોની સંભાળ રાખે છે. આ લગાવ્યા બાદ તમારે વાળને ટ્રિમ કરાવવાની જરૂરત નથી રહેતી. જો તમે પણ પોતાના વાળને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સથી બચાવીને કુદરતી રીતે પોષણ આપવા માંગો છો તો એલોવેરા તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide