મોરબી: કોરોના ટેસ્ટ માટે 250 લોકો લાઈનમાં કીટ માત્ર 25 જેટલી !!

0
267
/

ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટરની કડવી વાસ્તવિકતા : ગામડાની હાલત વિચારવી મુશ્કેલ

મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ છેલ્લા 15 દિવસોથી વધી ગયું છે ત્યારે ગઈકાલે કોરોના ટેસ્ટિંગ વધારવા સરકારે સૂચના આપવા છતાં પરિમાણ શૂન્ય હોય તેવી સ્થિતિ મોરબીમાં જોવા મળી રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તો ઠીક હવે શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ પૂરતી ટેસ્ટ કીટ ઉપલબ્ધ ન હોય લોકોને કોરોના ટેસ્ટ માટે લાંબી લાઈન લગાવ્યા બાદ કાલે આવજોના જવાબ મળતા હોય મોરબીમાં જીતશે કોરોના હારશે જનતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

મોરબીના ગોકુલનગર આંગણવાડીના અર્બન હેલ્થ સેન્ટર પર આજે ગુરુવારે સવારે આશરે 250 નાગરિકો કોરોના ટેસ્ટ કરાવવા માટે પહોંચ્યા હતા, પણ ખાટલે મોટી ખોટ કે, આ સેન્ટર પર માત્ર 25 ટેસ્ટ કીટ જ હોવાથી વધુ લોકોનું ટેસ્ટિંગ શક્ય બને તેમ ન હોય નાગરિકોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ સેન્ટરમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થાનિક વ્યવસ્થાના અભાવે સામાજિક અંતરની જાળવણી પણ થતી ન હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી સામેનું યુદ્ધ ગ્રામ્ય વિસ્તારોમાં કઈ રીતે જીતી શકાશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/