મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી પરિણીતા આપઘાત

0
182
/

મોરબી : હાલ મોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બિમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હળવદ હાઇવે ઉપર હરી ઓમ પાર્ક મેઇન ગેઇટ વાળી શેરી મકાન નં.૬૭ (સી) બીજા માળે રહેતા વીણાબેન ઉર્ફે વિજ્યાબેન દીનેશભાઇ સુવારીયા (ઉ.વ.૪૩) નામના પરિણીતાએ ગત તા. ૨૫ ના રોજ પોતાના ઘરે પોતાની જાતેથી રૂમમા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા ગળાના ભાગે ઇજા થતા બેભાન અવસ્થામા તેમને પ્રથમ સારવાર મોરબી સર્મપણ હોસ્પીટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીનર્જી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત તા.૩૦ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસની તપાસમાં મૃતકને છેલ્લા સાડા ત્રણેક વર્ષથી માનસિક બીમારી હોઇ જેથી તે બીમારીથી કંટાળી ગયેલ હોઇ અને પોતાને લાગી આવતા આ અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/