આજે કમોસમી વરસાદ અને માવઠું જોવા મળ્યું હતું જેમાં મોરબીના નાની વાવડી ગામના મકાન પર વીજળી પડી હતી જેના પગલે વીજઉપકરણોને નુકશાન થયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી નાની વાવડી ગામે મકાન પર અને મોરબીના વિજય નગરમાં પણ વીજળી પડી છે
મોરબીના નાની વાવડી ગામના બજરંગ સોસાયટીના એક મકાનમાં આજે વીજળી પડી હતી સાંજના સુમારે શરુ થયેલ વરસાદ અને ગાજવીજ બાદ મકાન પર વીજળી પડી હતી જેના પગલે ઘરની છતમાં નુકશાન થવા પામ્યું હતું તો આસપાસના મકાનમાં વીજ ઉપકરણોને નુકશાન થયું હતું બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધેલ હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide