ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ઉછીના લીધેલા 30 લાખ ન ચુકવતા ફરિયાદ

0
294
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈએ ધંધા માટે વકીલ પાસેથી 30 લાખ ઉછીના લીધા હતા : નાણાં પેટે આપેલા ચેક રિટર્ન થતા ફરિયાદ

ટંકારા : ટંકારામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈએ ધંધા માટે વર્ષ 2010માં વકીલ પાસેથી મિત્રના દાવે રૂ.30 લાખ ઉછીના લીધા હતા. ત્યારબાદ આ રકમની ઉઘરાણી કરતા અનેક વખત ગલ્લા તલ્લા કર્યા બાદ અંતે ત્રણ 10-10 લાખના ચેક આપ્યા હતા.પરંતુ આ ચેક બાઉન્સ થતા અંતે વકીલે આ બન્ને ભાઈઓ સામે છેતરપીડીની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ટંકારાના ધુનડા (ખા)ના વતની અને હાલ અમદાવાદના નીલકંઠ નગરમાં રહી વકીલાતનો વ્યસાય કરતા કિશોરસિંહ જીલુભા જાડેજાએ ટંકારાના નેસડા સુરજી ગામે રહેતા વિજય નરભેરામભાઈ જીવાણી અને મહેન્દ્ર નરભેરામ જીવાણી સામે ઉછીના આપેલા રૂ.30 લાખ પરત ન દઈને છેતરપિંડી કરી હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ બાબતે ટંકારા પોલીસના પી.જે.પરમારે જણાવ્યું હતું કે, આરોપી અને ફરિયાદી જે તે સમયે મિત્રો હતા. આરોપીઓ ટંકારામાં બાલાજી કોટન મિલ તથા રાધે ઇન્ડસ્ટ્રીઝ નામના બે કારખાના ધરાવે છે અને ધંધા માટે બન્ને આરોપીએ વકીલ પાસેથી રૂ.30 લાખ ઉછીના માગ્યા હતા. આથી સબંધ સારો હોવાથી તેમજ વિશ્વાસ કેળવાય જતા વકીલે ગતતા 21.8.2010 થી તા.24.3.2011 સુધીના સમયગાળામાં રૂ 10-10 લાખના ત્રણ ચેક આપ્યા હતા. આ ત્રીસ લાખ ઉછીના આપ્યા બાદ વકીલે આ રૂપિયા પરત માગ્યા હતા. વારંવાર ઉઘરાણી કરતા અંતે આરોપીએ રૂ.10-10 લાખના ત્રણ ચેક આપ્યા હતા પરંતુ આ ચેક બાઉન્સ થયા હતા.

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/