3.40 લાખ કરોડપતિઓ સાથે ન્યૂયોર્ક વિશ્વનું સૌથી શ્રીમંત શહેર

0
32
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ હેનલે એન્ડ પાર્ટનર્સ ફર્મ દ્વારા વિશ્વના સૌથી શ્રીમંત શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. 3,40,000 કરોડપતિ લોકો સાથે અમેરિકાના ન્યૂયોર્ક શહેરને દુનિયાનું સૌથી ધનિક શહેર જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમેરિકાના જ બે અન્ય શહેર સેન ફ્રાન્સિસ્કો ખાડી ક્ષેત્ર અને લોસ એન્જલિસને અનુક્રમે ત્રીજું અને છઠ્ઠું સ્થાન પ્રાપ્ત થયું છે. જાપાનની રાજધાની ટોક્યો, જે ગત દાયકામાં દુનિયાનું સૌથી શ્રીમંત શહેર હતું તે 1,90,300 કરોડપતિઓ સાથે દુનિયાનું બીજા નંબરનું સૌથી શ્રીમંત શહેર છે. લંડન પોતાના 2,58,000 રહેવાસી એચએનડબ્લ્યૂઆઇ સાથે ચોથા સ્થાને છે.

વેપાર માટે સૌથી અનુકૂળ મનાતું સિંગાપુર 2,40,100 કરોડપતિ રહેવાસીઓ સાથે યાદીમાં પાંચમા સ્થાને છે. ફર્મ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં ઓસ્ટ્રેલિયાના શહેર સિડનીને 10મું સ્થાન અપાયું છે. એક અનુમાન વ્યક્ત કરાયું છે કે સિડની શહેર 2040 સુધીમાં વિશ્વના ટોચના પાંચ શ્રીમંત શહેરમાં સામેલ થઇ જશે. હોંગકોંગ (1,29,500 કરોડપતિ), બેઇિંજગ (1,28,200 કરોડપતિ) અને શાંઘાઇ (1,27,200) કરોડપતિ સાથે અનુક્રમ 7, 8 અને 9મા સ્થાને છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/