પબ્જી ગેમ ની કહાની અને માણસ ની કઠણાઈ …શું આ ગેમ ને ત્રીજું ઓનલાઈન વિશ્વ યુધ્ધ કહી શકાય ??

86
1550
/

વિડીયો ગેમ આવું નામ આવે એટલે તરત જ મગજ માં અનેક ગેમ આવવા લાગે છે. ખાસ કરી ને બાળકો ને ગેમ વિષે વધુ રસ હોય છે. નવી-નવી ગેમ ના નામ, તેને કેમ રમવી, કેમ જીતવું અને કેમ હરાવવું આ બધુ જાણે તેના મગજ માં ફિટ થઈ ગયું હોય છે. જીતવા અને હારવા ની વાત આવે એટલે બાળકો જાણે યુધ્ધ પર જઈ રહ્યા હોય તેમ ચાલવા લાગે છે. પરંતુ આ વિડીયો ગેમ થી બાળકો ખરેખર કઈક શીખે છે. એવો કોઈ ને પ્રશ્ન થાય છે ખરો કે પછી માત્ર તેનું માનસ કોઈ જુદી જ દિશા માં જાય છે. આ એક ગંભીર પ્રશ્ન છે.

ગેમ ની વાત કરીએ તો આજ ના સમય ની નવી ગેમ પબ્જી – આજ ના સમય માં એક એવું નામ કે જેને આજ ના જમાના માં ગેમ ની દુનિયા નો રાજા કહીએ તો ખોટું નથી. અને આજે કદાચ એવો કોઈ વ્યક્તિ નહિ હોય જેને આ પબ્જી વિષે ના ખબર હોય, જે ગેમ રમવા ના શોખીન છે તેઓ. પબ્જી નું પૂરું નામ – player unknown battle ground છે.  PUBG એક એવી ગેમ છે જેણે દુનિયા ની બધી જ ઉચ્ચાઇ ને મેળવી લીધી છે. PUBG એ ગેમ ની દુનિયા ના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો અમે તમને આ PUBG ગેમ વિશે ઘણી એવી માહિતી આપીશું જેના વિશે ઘણા લોકો ને ખ્યાલ પણ નહીં હોય.

PUBG ના વિશે

PUBG એક ગ્રાફિક્સ છે જે ઓનલાઈન રમવા માં આવે છે. આવા સમયે જો તમારા મોબાઈલ ની બેટરી પૂરી થઈ જાય એ સ્વાભાવિક છે. પરંતુ જો તમે એક વખત આ ગેમ નો આનંદ લેવા ની શરૂઆત કરો છો અને તમારી પાસે પાવરબેંક છે તો તમને આ ગેમ ની લત અથવા તો કહું કે આદત પડી જાય છે.
 • આ  એક એવી ગેમ છે જેની ઝપટ માં બાળકો થી માંડી ને યુવાનો પણ આવી ગયા છે. ચારે બાજુ જાણે એક ફેશન થઈ ગઈ છે પબ્જી ગેમ ની. આ ગેમ ને કારણે બે વર્ષ માં તેના યુઝર્સ ત્રણ ગણા વધી ગયા છે.
 • આજે કોઈ બાળક ને પૂછવા માં આવે કે તેના મિત્રો કેટલા  છે? ત્યારે પેલું બાળક માથું ખજવાળવા લાગે છે કે મારે મિત્રો તો ઘણા છે, પરંતુ હું કોઈ ને મળતો નથી. કારણ કે તે બધા તો હું જ્યારે પબ્જી રમુ છું ત્યારે જ ઓનલાઈન આવે છે. જ્યારે બીજા મિત્રો તો (ઓફલાઇન) સ્કૂલ ના સમયે જ મળે છે. જે મારા ત્રણ-ચાર ક્લાસ મિત્રો જ હશે. એટલે કે પબ્જી માણસ ને સંબંધ વિહીન કરી દે છે.
 • બાળક નો આવો જવાબ જ્યારે આપણ ને સાંભળવા મળે ત્યારે લાગે કે આ બાળક ની કરુણતા છે કે માતા-પિતા ની. અને હવે તો યુવાનો પણ રાતે કલાકો સુધી આ પબ્જી ગેમ ની લાત માં પડી ગયા છે. 24 કલાક બંદૂક ના અવાજ માં જ તેનું મગજ ઘૂમયા કરે છે. મતલબ કે તોડવા, ફોડવા અને મારવા સિવાય તેને કશું નજર નથી આવતું.
 • રાતભર ગેમ રમવા થી બાળક અને યુવાન પોતાના ભણતર તરફ ધ્યાન નથી આપી શકતા જેના કારણે બાળક ને સ્કૂલ માંથી કાઢી નાખવા માં આવે છે. અને જો બાળક ને ના પાડવા માં આવે તો તે તોડ-ફોડ કરવા લાગે છે. આજે પબ્જી ગેમ ની લત લાગવા થી આવા ઘણા પરિણામો સામે આવ્યા છે.
 • ઘણી વખત માતા-પિતા પણ પોતાની વ્યસ્તતા ને કારણે બાળક પર પૂરું ધ્યાન નથી આપી શકતા. જેના કારણે બાળક ને પબ્જી ગેમ ની લત લાગે છે. ત્યારે એમ કહી શકાય કે બાળક કરતાં તેના માતા-પિતા ને ટ્રીટમેંટ ની જરૂર વધુ છે.
 • ટૂંક માં પબ્જી ના રેવન્યુ માં 2.7 ગણો વધારો થયો છે. અને તેની દરરોજ ની કમાણી માં લગભગ 12 કરોડ જેટલી છે. જ્યારે પબ્જી અત્યાર સુધી માં લગભગ 20 કરોડ વાર ડાઉનલોડ થઈ ચૂકી છે. તો વિચાર કરો કે અત્યારે સુધી તેની કમાણી કેટલી થઈ હશે.
 • આ એક એવી ગેમ છે જેમાં યુવાનો અને બાળકો ના માનસ નો શિકાર થાય છે અને તેનું મગજ પણ બ્લોક થઈ જાય છે, યુવાન નું માનસ જાણે જનૂની બની જાય છે. નૌકરી, ધંધા તેમજ તેને લાગણીહીન બનાવી દે છે.
 • પબ્જી ગેમ ની કહાની જ એવી છે કે ચારે બાજુ થી લૂટ કરવી, મારવું, કમાણી કરવી અને ખાસ કરી ને તો ગેમ માં થતો ધડ-ધડ અવાજ જ શરીર ને ધુજાવી દે છે. તેનો સાઉન્ડ જ એટલો ખતરનાક છે કે માનસ બંદૂક સિવાય કશું જોતો નથી. શું આ ગેમ ને ત્રીજું ઓનલાઈન વિશ્વ યુધ્ધ કહી શકાય ??
 • મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

  https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.