મોરબી જીલ્લામાં આરટીઈ હેઠળ કુલ ૬૧૧૫ ફોર્મ ભરાયા
૧૮૯ સ્કૂલમાં કુલ ૨૩૫૭ બેઠકો પર અપાશે એડમીશન
સરકારના રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં શિક્ષણ મેળવવા માટે અરજીઓ સ્વીકારવા માટેની મુદત લંબાવવામાં આવી હતી જે મુદત પૂર્ણ થઇ છે ત્યારે મોરબી જીલ્લામાં કુલ ૬૧૧૫ ફોર્મ ભરવામાં આવ્યા છે
મોરબી જીલ્લામાં આરટીઈ અંતર્ગત કુલ ૨૩૫૭ જગ્યાઓ ભરવા માટે અરજીઓ સ્વીકારવામાં આવી હોય જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૫ સુધીમાં કુલ ૬૧૧૫ ફોર્મ ભરવામાં આવ્યા છે જે પૈકીના ૪૭૧૦ ફોર્મ રીસીવિંગ સેન્ટર પર સ્વીકારવામાં આવ્યા છે તેમજ આગામી તા. ૨૯ સુધી વાલીઓ ફોર્મ રીસીવિંગ સેન્ટર પર જમા કરાવી શકશે અને આગામી માસે લીસ્ટ તૈયાર થયા બાદ અગ્રતા ક્રમ મુજબ એડમીશન આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે તેવી માહિતી શિક્ષણ વિભાગના અશોક વડાલીયા પાસેથી પ્રાપ્ત થઇ છે
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.