મોરબીને સ્વચ્છ બનાવવા તબીબો ઉપાડશે સાવરણાં

0
138
/
કેન્દ્ર સરકારનાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવામાં આવતું હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી મોરબી શહેરમાં સ્વચ્છતાનો.મોટા અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકાની બેદરકારીને કારણે મોરબી શહેરમાં ગંદકીની સમસ્યા સર્જાઈ છે.

જોકે શહેરને એકદમ સ્વચ્છ રાખવું હોય તો તંત્રની સાથે લોકોના સહિયારા પ્રયાસની જરૂર છે.ખાસ કરીને જાગૃત નાગરિકો આ દિશામાં ખાસ પ્રયત્નો કરે તે ઘણું જરૂરી છે.

ત્યારે મોરબીના ડો.ચિરાગ અઘારાએ શહેરને સ્વચ્છ રાખવા માટે પહેલ કરી છે અને તેમણે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. જેમાં હાલ 25 સભ્યો જોડાયા છે.

આ ટીમ તા.28 એપ્રિલના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ નવા બસ સ્ટેન્ડ ખાતેથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરશે.શહેરને સ્વચ્છ રાખવા દરેકએ બે કલાક સફાઈ કરવી જોઈએ અને આ સફાઈ અભિયાનમાં હાથના ગ્લોઝ અને ડસ્ટબીન સ્થળ પર આપવામાં આવશે.હાલ વેકેશનનો સમય હોય ફુરસદના સમયમાં વિધાર્થીઓને આ સફાઈ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી છે અને સફાઈ અભિયાનમાં સ્વેચ્છાએ જોડાવવા માંગતા નાગરિકોને ડો.ચિરાગ અધારાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/