મોરબીમાં વધુ એક ઓનલાઈન ફ્રોડ, ખાતામાંથી ૧૦ હજાર ગાયબ

0
254
/
/
/

ભોગ બનનારે એલસીબીમાં લેખિત અરજી કરી

ઓદ્યોગિક નગરી મોરબીમાં ઓનલાઈન ફ્રોડ અને એટીએમ ફ્રોડનો સિલસિલો જોવા મળી રહ્યો છે અનેક લોકો આવી છેતરપીંડીનો ભોગ બની ચુક્યા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઓનલાઈન પેમેન્ટ એપ મારફત યુવાનના ખાતામાંથી ૧૦ હજારની રકમ ઉપાડી લેવામાં આવી છે

મોરબીના નાની માધાણી શેરીના રહેવાસી વિશાલ સિદ્ધપુરા નામના યુવાને જીલ્લા પોલીસવડાને ઓનલાઈન છેતરપીંડી થઇ હોવાની લેખિત અરજી કરી છે જે અરજીમાં જણાવ્યું છે કે તા. ૨૪ ના રોજ ફોન પે ઓનલાઈન એપ્લીકેશનમાં UPI ના માધ્યમથી બાઈક વેચવા માટે તે UPI દ્વારા વ્યવહાર કરવાની વાત થઇ હતી જે તેઓએ મનીષકુમાર નાયક છે જે મારા નાના ભાઈ ચિરાગ સિદ્ધપુરા સાથે વાતચીત કરી હતી કે તમારો બાઈક શાઈન ના હું મનીષકુમાર નાયક રૂ ૪૦,૦૦૦ ફોન પે UPI દ્વારા આપીશ અને બે ત્રણ દિવસ પછી બાઈકની ડીલીવરી કરશે તેવી વાતચીત થઇ હતી અને બાદમાં આપેલા UPI નંબરને પગલે ખાતામાંથી ૧૦,૦૦૦ રૂપિયા ઉપાડીને ખોટી વાતો બનાવી ૧૦ હજાર રૂપિયાની છેતરપીંડી કરી છે લેખિત અરજીને પગલે એલસીબી ટીમે ઓનલાઈન ફ્રોડની વધુ તપાસ ચલાવી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner