61 ચોરાઉ મોબાઈલ ફોન સાથે ત્રણ શખ્સોને ઝડપી લેતી LCB

0
202
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

કારખાનામાં મજુરની ઓરડીમાંથી મોબાઈલ ચોરતી ગેંગના ત્રણ સાગરીત પકડવાના બાકી : 2.77 લાખના મોબાઈલ પણ કબ્જે

મોરબી : હાલ મોરબી એલસીબી ટીમે કારખાનામાં કામ કરતા શ્રમિકોની ઓરડીમાંથી છળ,કપટથી મોબાઈલ ચોરતી ગેંગના ત્રણ સભ્યોને રૂપિયા 2.77 લાખના 61 ચોરાઉ મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.જેમાં આ ગેંગના ત્રણ સભ્યો હજુ પકડવાના બાકી હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા પાંચેક મહિનાથી મજૂરોની ઓરડીયોમાંથી મોબાઇલ ફોન ચોરીના બનાવો સામે આવ્યા હતા. વિવિધ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં મજુરોની ઓરડીમાં ચાર્જિંગમાં લગાવેલા કે રેઢા પડેલા મોબાઈલની ઉઠાંતરી કરનાર ગેંગ સક્રિય બની હોવાની બાતમીના આધારે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ એલસીબીએ વોચ ગોઠવીને ચોરેલા મોબાઈલ ફોન વેચવા જઈ રહેલા ત્રણ શખ્સોને બે મોટરસાયકલ સહિત ઝડપી લીધા હતા.

ચોક્કસ બાતમીને આધારે ગોઠવાયેલી વોચમાં સુલતાન સલેમાન ઉર્ફે સરમણ સુમરા, સતીષ ઉર્ફે વલયો રમેશભાઈ ડેડવાણીયા, નુરમામદ સાઉદિન જેડા (રહે.ત્રણેય વીસીપરા મોરબી)ને ઊભા રાખી ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ કંપનીના કુલ 61 મોબાઇલ મળી આવ્યા હતા. આટલા મોબાઇલ બાબતે ત્રણેયની સઘન પૂછપરછ કરતા ત્રણ અન્ય સાગરીતો સાથે મળીને અલગ-અલગ તારીખ અને સમયે વિવિધ વિસ્તારમાં આવેલી કારખાનાની મજૂરોની ઓરડીયોમાંથી આ મોબાઈલ ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. આથી અલગ અલગ કંપનીના ફૂલ 61 મોબાઈલ કિંમત રૂ 2,77,500 તેમજ મોબાઇલ ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલા હીરો હોન્ડા સ્પલેન્ડર તથા બજાજ પ્લસર બાઇક કિંમત રૂપિયા 40,000 અને એક ધારદાર છરી કિંમત રૂપિયા 50 આમ કુલ મળીને રૂપિયા 3,17,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને સોંપી આપ્યા હતા.

ઉપરોક્ત ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પૂછપરછમાં તેઓના વધુ ત્રણ સાગરિતોના નામ ખુલ્યા હતા. જેમાં સાહિલ અલીયાસ કટિયા, અલતાફ બાબુભાઈ જેડા, અને હાર્દિક ઉર્ફે આદિ મનહરભાઈ ઉર્ફે મુન્નાભાઈ રાઠોડ (રહે. ત્રણેય વીસીપરા મોરબી)ને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી સુલતાન સુમરા અને નુરમામદ જેડા આ અગાઉ પણ અલગ-અલગ કારખાનામાંથી મોબાઇલ ચોરી તથા લૂંટના ગુનામાં મોરબી તાલુકા પોલીસ અને ટંકારા પોલીસની હડફેટે પણ ચડી ચુક્યા છે અને રીઢા આરોપીઓ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/