મોરબી સિવિલના આરએમઓ કહે છે કે દર્દીને દાખલ કરવાની પ્રોસેસમાં લોબીમાં ટ્રાયઝ એરિયા બનાવવમાં આવ્યો છે
મોરબી : આજે શહેર જિલ્લામાં કોરોના ખૂંખાર બનીને ધૂણી રહ્યો હોવા છતાં મોરબીનો આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર કોરોનાને હળવાશથી લઈ રહ્યું હોવાના ચોંકાવનારી બાબત સામે આવી છે,ગઈકાલે 25 પોઝિટિવ કેસ ભાર આવ્યા બાદ ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ તેવું સામાન્ય નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગે પીએચસી સેન્ટર ઉપર ટેસ્ટ ઘટાડી દીધા છે તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલની લોબીમાં જ કોરોનાના દર્દીઓને બાટલા ચડાવવામાં આવતા હોવાનું ભાર આવ્યું છે જે ખુબ જ ચિંતાજનક અને ગંભીર બાબત છે.
મોરબી સિવિલ હોસ્પિટલમા દર્દીઓને સામાન્ય સારવારમાં પણ યોગ્ય કાળજી લેવાતી ન હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે હવે જે જગ્યાએ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે તે જગ્યાએ જ ત્રણ ખાટલા ગોઠવી કોરોના પોઝિટિવ દર્દીને બાટલા ચડાવવામાં આવતા હોવાની ગંભીર તસ્વીર સામે આવી છે, જો કે આ બાબતથી અજાણ હોય તેમ સિવિલના આરએમઓ સરડવાએ આ ટ્રાયઝ એરિયા હોય અહીં દર્દીને દાખલ કરતા પહેલા રાખવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે દર્દી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા છતાં આ એરિયામાં બાટલા ચડાવવાની ટ્રીટમેન્ટ કેટલી યોગ્ય પણ ગણી શકાય.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide